શિયાળામાં લોકો હીટર ચાલુ કરતાં હોય છે પણ પોતાના શરીરમાં હીટ એટલે કે હૂંફ કે ઉષ્મા પેદા કરવાનું યાદ નથી આવતું.
હા, શિયાળામાં એવા કેટલાક ફૂડ છે કે જે ખાવાથી આંતરિક ગરમી જળવાઈ રહે છે અને ઠંડીથી થતાં રોગોમાં પણ રક્ષણ મળે છે. આવા ફૂડ પૈકી અગ્રેસર આવે છે ગોળ.
ઠંડીના ચમકારાણે કારણે લોકો ઠુઠવાઇ રહ્યા છે. આ ઠંડીથી બચવા લોકો જાતજાતના નુસ્ખાઓ અજમાવતા હોય છે. શિયાળાની સિઝનમાં લોકો એવા ફૂડની તલાશમાં હોય છે જેનાથી તમારી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય. એમાં ખાસ કરીને ગોળ તમારી હેલ્થ માટે અનેક રીતે ફાયદો કરે છે. ગોળ એક એવી વસ્તુ છે જે તમારી હેલ્થને ઘણો ફાયદો પહોંચાડે છે. અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર ગોળમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન્સ, વિટામીન બી અને એન્ટી ઓક્સીડન્ટ્સ ભરપૂર હોય છે. ઠંડીમાં સ્વાસ્થ્ય માટે ગોળના ફાયદાઑ જાણો.
ગોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ થાય છે. રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે આપણે બીમાર પડી જઇએ છીએ. આ માટે ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરવી ખૂબ જરૂરી છે. આ માટે જમ્યા પછી ગોળનો એક ટુકડો ખાઇ લેવાથી ફાયદો થાય છે.
ઠંડીમાં પણ નિયમિત ગોળ ખાવા છતાં શરદી થતી નથી. ગોળની તાસીર ગરમ હોય છે. ગોળ ઠંડીમાં ખાવાથી શરદીમાંથી તમને રાહત મળે છે. ગોળ ખાવાથી ગળામાં પણ આરામ મળે છે. જો તમને શરદી અને કફ થાય તો તમે ગરમ પાણી તેમજ ચામાં ગોળ મિક્સ કરીને પીઓ તો આરામ થઇ શકે છે. ગોળની ચા પીવાથી શરદીમાં ઘટાડો થાય છે.
શિયાળામાં સાંધાના દુખાવા વધારે થતા હોય છે. સાંધાના દુખાવાથી અનેક લોકો કંટાળી જતા હોય છે. સાંધાનો દુખાવો જ્યારે થાય ત્યારે વ્યક્તિ સહન પણ કરી શકતો નથી. સાંધાના દુખાવામાંથી રાહત મેળવવા માટે કેટલાક લોકો પેઇન કિલર લેતા હોય છે. પેઇન કિલરથી આરોગ્યને લાંબા ગાળે નુકસાન થાય છે. એવામાં તમે સાંધાના દુખાવામાંથી રાહત મેળવવા માટે રોજ ગોળ ખાવો જોઇએ.
આમ, ઠંડીમાં શરદી, કફ, સળેખમ તથા સાંધાના દુખાવામાંથી રાહત મેળવવા માટે ગોળનું સેવન કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર વિવિધ માહિતી અને ધારણાઓ પર આધારિત છે. નીર ગુજરાતી આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની સાચીતા અને પ્રમાણિકતાનો દાવો કરતું નથી.