લોટ બાંધીને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવાથી અંસખ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે. લોટમાંથી બનતી ગરમ રોટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પણ આયુર્વેદમાં ફ્રેશ લોટની રોટલીના સેવનની વાત કરી છે. તાજો બાંધેલો લોટ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને પાચન સંબંધી બીમારીથી દૂર રાખે છે.
શું તમે લોટ બાંધીને ફ્રિજમાં મૂકી રાખો છો? આવા લોટની રોટલી સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે
ફ્રેશ બાંધેલો લોટ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને પાચન સંબંધી બીમારીથીઓ ને દૂર કરવામાં મદદ રૂપ થાય છે.
જો તમે સવારે લોટ બાંધીને ફ્રિજમાં રાખી મુકો છો ? અને એ જ લોટમાંથી આખો દિવસની રોટલીઓ બનાવો છો, આ લોટથી બનેલી રોટલી સ્વાસ્થ્ય પર ભારે ખરાબ અસર પડી શકે છે. તમે જાણો છો કે અમુક ખોરાક એવો હોય છે જેને ફ્રિજમાં રાખી મુકવાથી તેની તાસીર બદલાઈ જતી હોય છે અને એ જ સ્વાથ્ય માટે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે આવી હોય છે. મહિલાઓની આદત હોય છે કે તેઓ એક વાર વધારે લોટ બાંધીને ફ્રિજમાં મૂકી દે છે અને એ જ લોટનો ઉપયોગ તેઓ 7-8 કલાકે ઉપયોગ કરે છે.
શું તમે જાણો છો કે લોટને ફ્રિજમાં સ્ટોર કરવાથી ઠંડા વાતાવરણમાં લોટના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. રાજીવ દીક્ષિત આયુર્વેદિક નુસખાના જાણકાર છે તેમણે પોતાના વીડિયોમાં જાણવાયું છે કે લોટને ફ્રિજમાં લાંબો સમય સુધી પડ્યો રાખીને એ જ લોટની તેની રોટલીઓ લાંબા સમયબત બનાવીને ખાવાથી તે સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. આ લોટ માંથી બનેલ રોટલી પાચન તંત્રને નબળું કરી દેતી હોય છે અને સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચાડે છે. કેટલીક મહિલાઓ લોટ 2-2 દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરે છે. આવો લોટ ખાવાને લાયક હોતો નથી.
આ પણ વાંચો: વજન ઘટાવવામાં વ્યક્તિના બ્લડ ગ્રુપની શું ભૂમિકા હોય છે ખરા? આવો જાણીએ એક્સપર્ટ શું કહે છે
આયુર્વેદિક એક્સપર્ટ ડોક્ટર પ્રતાપ ચૌહાણ મુજબ વાસી લોટનું સેવન કરવાથી તેના માઈક્રોન્યૂટ્રિએન્ટ કેપેસીટી ઓછી થઈ જાય છે. શરીર અને મન ને સ્વસ્થ્ય રાખવા માટે તાજા લોટનું સેવન કરવું ખુબજ આવશ્યક છે. અને ફ્રિન્જમાં રાખેલ ભોજનતાજું રહેતું નથી.
આ પણ વાંચો: શું તમે પણ ચા સાથે ટોસ્ટ ખાઓ છો ? જો હા તો ચેતજો
ફ્રિજમાં લોટ રાખવાથી તેના ગુણ ઓછા થઇ જાય છે જેનાથી સ્વાસ્થ્ય ઉપર ખરાબ આસાર પડે છે અને પાચન ક્રિયા ખરાબ થાય છે. વાસી લોટ અપચો,ગેસ, એસીડીટી પેદા કરે છે. આવો જાણીએ કે આ લોટ સ્વાસ્થ્ય માટે ખરાબ શા માટે છે,
કેટલો જૂનો લોટ સ્વાસ્થ્ય માટે ઉપયોગી હોય :
આયુર્વેદિકના એક્સપર્ટ ના મત મુજબ તાજું ભોજન સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી રહે છે, જો તમે લોટ બાંધીને 6-7 કલાક સુધી ફ્રિજમાં રાખો છો તો લોટમાં રાસાયણિક પદાર્થ બનવા લાગે છે જે સ્વાસ્થ્યને મોટાપાયે નુકસાન પહોંચાડે છે. એક્સપર્ટ મુજબ લોટને બાંધીને તરત એજ સમયે તેની રોટલી બનાવી ને આરોગવી એ ફાયદાકારક છે. ફ્રેશ લોટમાંથી બનતી ગરમ રોટલી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. આયુર્વેદમાં ફ્રેશ લોટની રોટલીના સેવનની વાત કરી છે. ફ્રેશ બાંધેલો લોટ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને પાચન સંબંધી બીમારીથી દૂર રહેવામાં મદદ કરે છે.