ઠંડીની ઋતુમાં પ્રસ્વેદ ઓછો થવાને કારણે પાણીની આવશ્યકતા ઓછી પડે છે. પરિણામે આપણે પાણી પીવાની કોન્ટિટી અને ફ્રિકવન્સી ઘટાડી દઈએ છીએ. જેના લીધે શરીરમાં કેટલાક વણજોઈતા મહેમાન ઘૂસી જતાં હોવાનો અનુભવ પણ થતો હોય છે.
શિયાળામાં પાણીની માત્ર શરીરમાં ઓછી જવાને કારણે કેટલાક લોકો ડિહાઇડ્રેશનનો ભોગ બનતા હોય છે તો કેટલાક લોકોને કિડનીમાં તકલીફ થવાની દહેશત ઊભી થવા પામે છે. એટલું જ નહીં, સૂકા વાતાવરણ ને કારણે ચામડી પણ સૂકું થઈ જતી હોવાથી તેના છિદ્રોમાંથી પ્રસ્વેદ નીકળતો બંધ થઈ જાય છે. પરિણામે આવા છિદ્રો હંગામી ધોરણે બંધ થઈ જવાની ઘટના પણ બને છે. જેના લીધે સૂકી ચામડી ઉપર ખરજવા જેવા સ્કીન ડીસીઝ થવાની દહેશત પણ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાણી શરીરને ડિટોક્સ રાખવાનું કામ કરે છે. શરીરમાં પાણીની કમી હોય તો આવી અનેક બીમારીઓ પણ પેદા થઈ શકે ખરી.