મધ્યમ વર્ગના પરિવારોનું મર્યાદિત બજેટ તો ઘરખર્ચમાં જ જતું રહેતું હોય છે. આવા સંજોગોમાં મોજશોખની જરૂરીયાતો પૂરી કરવા માટે EMI સહિતના વિવિધ સહારાઓ લેનાર મધ્યમવર્ગીય લોકો માટે આ રહી ખાસ ટિપ્સ.
How to live life peacefully
પરિવારમાં કોઈનો જન્મ દિવસ હોય તો ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરીને પાર્ટી આપવાની વધી રહેલી પ્રથા વધુ પડતો આર્થિક બોજો પાડે છે. જ્યારે આજની યુવા પેઢીને બ્રાન્ડેડ કપડાં કે બ્યુટીપાર્લર સહિતના શોખ પણ પરિવારને આથિક સંકડામનમાં નાખતા હોય છે.
લગ્ન જેવા પ્રસંગોમાં મર્યાદા કરતાં વધુ ખર્ચ કરીને દેખાડો કરવાનો મોહ પણ ક્યારેક આફત નોતરતો હોય છે. મોંઘી ફી વાળી શાળાઓમાં સંતાનોને ભણાવવાની ફેશનમાં ગાડરિયો પ્રવાહ બંધ કરીને પોતાની આર્થિક સ્થિતિ મુજબ સંતાનોની શાળા પસંદ કરવી જોઈએ. કેટલીક બેન્કો દ્વારા આપવામાં આવતી ક્રેડિટ કાર્ડની સુવિધા પણ, સમયસર પૈસા ચૂકવાય નહીં ત્યારે મુશ્કેલી ઊભી કરે છે અથવા કમ્મરતોડ વ્યાજ લઈ લે છે.
ઘરમાં રાંધેલું બગાડીને આજનો યુવાવર્ગ બહારના જંકફૂડ ખાવાનો શોખીન હોવાને કારણે અન્નનો બગાડ થાય અને તેના લીધે નાણાંનો પણ બગાડ થાય છે. એટલું જ નહિ, બહારનું ખાવા ઉપરાંત મોડા સુવાનું અને મોડા ઉઠવા જેવી લાઈફ સ્ટાઈલને કારણે તબિયત બગડે તો તબીબી ખર્ચ પણ દુકાળમાં અધિક માસની જેમ નુકશાન કરાવે છે.
સાઈકલથી ચાલતું હોય તો બાઇક ન લેવી જોઈએ અને બાઈકથી ચાલતું હોય તો કારનો શોખ કરવાની જરૂર જ નથી હોતી, એમ છતાં કારમાં ફરવાનો મોહ જ માણસને મોટા ખર્ચ કરાવતો હોય છે.
હજુ એક સૌથી અગત્યની વસ્તુ એ છે કે, સમગ્ર પરિવાર વચ્ચે રહેતા એક માત્ર લેન્ડ લાઇન ફોન વિદાય લીધી અને કુટુંબના સભ્ય દીઠ અલગ અલગ ફોન રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડ તો માણસને મોટા અને ખોટા ખર્ચાઓ કરાવતો રહે છે.
હજુ, વિચારીને કહેતી જવાનો સમય ચૂકી ગયા નથી. ખોટ ખર્ચાઓ ઉપર કાતર મૂકો(avoid unnecessary expenses) અને જીવનને સુખરૂપ તથા શાંતિમય રીતે પસાર કરો.