કોફી અને ગ્રીન ટી ઉપર ઘણા સંશોધન થઈ ચુક્યા છે, અગાઉના અભ્યાસો મુજબ રોજની કોફી પીવાની ટેવ હાર્ટ એટેકના દર્દીઓ માટે માટે ફાયદાકારક જોવા મળી હતી. જયારે તંદુરસ્ત લોકોમાં હાર્ટ એટેક અથવા સ્ટ્રોકને અટકાવાવમાં પણ મદદરૂપ થઈ શકે છે. અન્ય અભ્યાસોમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે નિયમિત કોફી પિતા લોકોમાં લાંબી બીમારીનું જોખમ ઓછું હોય છે, તદુપરાંત આ ડિપ્રેશનનું જોખમ પણ ઓછું કરવામાં મદદ કરી શકે છે અને ભૂખ ઉપર કાબુ રાખવામાં પણ મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોમાં કોફી અને ગ્રીન ટી ના સેવનની અસરો વિશે વધુ જાણવા માટે વધુ અભ્યાસ હાથ ધરાઇ રહ્યા છે.
શું તમને હાઈ બીપી છે ?
શું તમારા હૃદય માટે 2 કપ કોફી સારી કે પછી ગ્રીન ટી? અહીંયા જાણો
ગ્રીન ટીમાં કેફીનનું પ્રમાણ ઓછું હોય છે, જે હાર્ટ રેટ અને મેટાબોલિઝમની પ્રક્રિયાને નુકસાન પહોંચાડતું નથી,” મેક્સ હેલ્થકેરના ક્લિનિકલ ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ વિભાગના પ્રાદેશિક વડા, રિતિકા સમદ્દર જણાવે કહે છે.
જો તમે કોફી પીતા હોવ અને તમારું બ્લડ પ્રેશર 160/100 mm Hg કે તેથી વધુ હોય, સાથે જ જો તમે દરરોજ બે કપથી વધુ કોફી પીતા હોવ તો તમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ(હૃદય રોગ) થી મૃત્યુનું જોખમ બમણું થઈ જાય છે, એક અભ્યાસ અનુસાર, ગ્રીન ટી કે એક કપ કોફી પીવાથી આવી કોઈ અસર જોવા મળી ન હતી.
અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, તરુણો, હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો જે કોફી પિતા હોય છે – પરંતુ એવા લોકોને અસર સામાન્ય રહે છે જે લોકોનું બ્લડ પ્રેશર નોર્મલ છે.
સંશોધકો એ પણ જણાવે છે કે જેઓ દિવસમાં માત્ર એક જ કપ કોફી પીવે છે અને દરરોજ માત્ર ગ્રીન ટી પીવે છે તેવા લોકોને કાર્ડિયોવાસ્ક્યુલર રોગનું જોખમ વધારે રહેતું નથી, આવા લોકોનું બ્લડ પ્રેશર ગમે તે હોય, તેમજ પીણાંમાં કેફી દ્રવ્ય ન હોય. 19-વર્ષના લાંબા અભ્યાસમાં શરૂઆતના સંશોધન ગાળામાં 40 થી 79 વર્ષની વયના 6,570 થી વધુ પુરુષો અને 12,000 સ્ત્રીઓ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લોકોને કેન્સરના જોખમના મૂલ્યાંકન માટે, જાપાન સહયોગી સમૂહના અભ્યાસમાંથી પસંદ કરવામાં આવ્યા હતા.
BLK મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, નવી દિલ્હીના કાર્ડિયોલોજીના સિનિયર ડિરેક્ટર ડૉ નીરજ ભલ્લા જણાવે છે કે,”હૃદયના સ્વાસ્થ્ય પર તેની ફાયદાકારક અને નુકસાનકારક અસરો માટે કેફીન ઉપર વર્ષોથી સંશોધનો થઈ રહ્યા છે. આ અભ્યાસ તેમની સાથે સુસંગત છે. પરંતુ તે બધાએ તેના પ્રમાણસર વપરાશની જ તરફેણ કરી છે. કોફીના સરેરાશ કપમાંથી આશરે 80 થી 90 મિલિગ્રામ કેફીન મેળતા હોય છે. જે બીપી, હૃદયના ધબકારા વધારે છે અને રક્તવાહિનીઓને સંકુચિત કરતા હોય છે. હાઈ બીપીના દર્દીઓ જો વધુ પડતી કોફી પીતા હોય તો આ લોકોમાં પ્રતિકૂળ ઘટનાઓનું જોખમ રહે છે. અતિશય કેફીન અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીની શારીરિક શરીર ઉપર થાય છે. જે ચોક્કસપણે હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.”
મેક્સ હેલ્થકેરના ક્લિનિકલ ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ વિભાગના સ્થાનિક વડા, રિતિકા સમદ્દર કહે છે કે, સંશોધન અને અભ્યાસ એ વાતને સમર્થન આપે છે જે આપણે પહેલાથી જ જાણીએ છીએ. હ્રદયના દર્દીઓ અને હાયપરટેન્શન ધરાવતા લોકો માટે સ્વાસ્થ્ય અને પોષણ અંગેની સલાહમાં, અમે હંમેશા લોકોને વધુ પડતી કોફી ન પીવાની સલાહ આપતા હોઈ છીએ. કેફીનનો વધુ પડતો ઉપયોગ હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને ચિંતામાં વધારો કરે છે અને ઉચ્ચ સ્વાસ્થ્યને લગતા જોખમ ધરાવતા લોકોને ચોક્કસપણે વધુ કેફીન ન લેવાની ભલામણ કરતા હોઈ છીએ. જયારે ગ્રીન ટી, તેનાથી વિપરિત, ખૂબ જ ન્યૂનતમ કેફીન ધરાવે છે, જે હાર્ટ રેટ અથવા મેટાબોલિઝમને નુકસાન પહોંચાડતી નથી.
સંશોધન અને અભ્યાસકરતા તથા વરિષ્ઠ લેખક એવા, હિરોયાસુ ઇસો, એમડી, પીએચડી, એમપીએચ, ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ પોલિસી રિસર્ચ, બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ હેલ્થ કોઓપરેશન, ટોક્યો એ, જાપાનમાં નેશનલ સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થ એન્ડ મેડિસિન અને ઓસાકા યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ, જણાવે છે કે, “અમારા અભ્યાસનો હેતુ એ નક્કી કરવાનો છે કે કોફીની રક્ષણાત્મક અસર હાયપરટેન્શન ધરાવતી વ્યક્તિઓને લાગુ પડે છે કે નહીં. કેમ કે તેઓ આવા લોકો ઉપર જ ગ્રીન ટીની અસરોની તપાસ કરી રહ્યા હતા. આ અભ્યાસ માંથી પ્રાપ્ત ઠેલ શ્રેષ્ઠ જાણકારી મુજબ, દરરોજ બે કે તેથી વધુ કપ કોફી પીવા થી, ગંભીર હાયપરટેન્શન ધરાવતા લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગના કારણે થતા મૃત્યુદર સાથેના જોડાણ શોધવાનો આ પ્રથમ અભ્યાસ છે. અભ્યાસના આ તારણો, એ નિવેદનને સમર્થન આપે છે કે ગંભીર હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ વધુ પડતી કોફી પીવાનું ટાળવું જોઈએ. કારણ કે ગંભીર હાયપરટેન્શન ધરાવતા લોકો કેફીનની અસરથી વધુ સંવેદનશીલ થતા હોય છે, અને કેફીનની હાનિકારક અસરો તેની રક્ષણાત્મક અસરો કરતાં વધી શકે છે અને સાથે જ મૃત્યુનું જોખમ વધી શકે છે.”
અગાઉના અભ્યાસો સૂચવ્યું છે કે નિયમિત કોફી હાર્ટ એટેકના દર્દીઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે અને તંદુરસ્ત લોકોમાં હાર્ટ એટેક અથવા સ્ટ્રોકને અટકાવી પણ શકે છે. અન્ય અભ્યાસોમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે નિયમિતપણે કોફી પીવાથી લોકોમાં કેટલીક જૂની અથવા લાંબી બીમારીઓ થવાનું જોખમ પણ ઘટાડી શકે છે, ઉપરાંત ડિપ્રેશનનું જોખમ ઓછું કરવામાં મદદ મળી શકે છે અને ભૂખ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
સંશોધકોએ તારણ કાઢ્યું કે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોમાં કોફી અને ગ્રીન ટીના સેવનની અસરો વિશે વધુ જાણવા માટે વધુ અભ્યાસ કરવાની જરૂર છે.