માણસના એકાએક મૃત્યુ પાછળ અકસ્માત પછી બાજ નંબરે આવતું કારણ છે હ્ર્દય રોગ.
હ્ર્દય રોગ માટેનું સૌથી મોટું કારણ છે કોલેસ્ટ્રોલ. આવો આજે જાણીએ કે કયા ખોરાકનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ વધે છે?
ખોરાક લેવાથી માણસને તમામ પ્રકારના પોષક તત્વો મળી રહેતા હોય છે. જો કે આવા પોષક તત્વોની સાથે સાથે તેમ નુકશાનકારક તત્વોનો પણ સમાવેશ થતો હોય છે. શરીર માટે જરૂરી એવા તત્વોનું જો વધુ પડતું સેવન કરવામાં આવે તો એ પણ શરીર માટે નુકશાનકારક નીવડી શકી છે. જેની માત્ર વધુ લેવાથી નુકશાન થઈ શકે એવા કચરો ગણાતા તત્વો પણ પોષક તત્વોની સાથે પેટમાં જતાં હોય છે. આવા તત્વોમાં તમામ પ્રકારના માંસના વધુ પડતા સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે. પ્રાણીઓના ખોરાકમાં માંસમાં સૌથી વધુ કોલેસ્ટ્રોલ હોય છે. જો કે, ચિકનમાં ઓછું કોલેસ્ટ્રોલ હોય અને માછલીમાં તેનાથી પણ ઓછું કોલેસ્ટ્રોલ હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોલેસ્ટ્રોલ એ શરીરમાં જોવા મળતી ચરબી છે. જે ઘણા હોર્મોન્સ બનાવે છે. કોલેસ્ટ્રોલ શરીરમાં કેલ્શિયમનું શોષણ કરે છે. તે શરીરમાં એસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન સહિત ઘણા હોર્મોન્સ બનાવે છે. કોલેસ્ટ્રોલ આપણા ચયાપચયને પણ વેગ આપે છે. કોલેસ્ટ્રોલ યકૃત અને આંતરડાની સરળ કામગીરી માટે આવશ્યક રસાયણો પણ ઉત્પન્ન કરે છે. આમ, કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે. આમ છતાં તેને શરીર માટે નુકશાનકારક માનવામાં આવે છે. આવો સમજીએ, શા માટે?
કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. એક ખરાબ કોલેસ્ટ્રોલ અને બીજું ગુડ કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી શરીરમાં હૃદયની બીમારીઓ સહિત અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે.
જો તંદુરસ્ત વ્યક્તિનું કોલેસ્ટ્રોલ લેવલ 100 થી 129 mg/dL હોય તો તે સારું છે. જો ટેસ્ટમાં કોલેસ્ટ્રોલનું સ્તર 130 થી 159 mg/dL થઈ જાય, તો તેને બોર્ડર લાઇન ઉપરનું કોલેસ્ટ્રોલ ગણવામાં આવે છે. જે લોકોનું કોલેસ્ટ્રોલ લેવલ 160 થી 189 mg/dL છે, તો તે કોલેસ્ટ્રોલનું ઊંચું અને ખતરનાક સ્તર માનવામાં આવે છે. પુરુષો અને સ્ત્રીઓમાં કોલેસ્ટ્રોલનું સ્તર થોડું અલગ હોય છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, કોલેસ્ટ્રોલનું સ્તર વય સાથે બદલાતું રહે છે. આ સ્તર સ્ત્રીઓ અને પુરુષોમાં થોડું અલગ છે. હાર્ટ સ્પેશ્યાલિસ્ટના જણાવ્યા અનુસાર આહારમાં અમુક ખોરાકને બાદ કરીને કોલેસ્ટ્રોલ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
કેટલાક તબીબોના મતે ખોરાકમાં કાળજી રાખવાથી કોલેસ્ટ્રોલ 9 થી 15 ટકા સુધી કંટ્રોલ કરી શકાય છે.
19 વર્ષ અને તેનાથી નાના બાળકોમાં કોલેસ્ટ્રોલ 170 mg કરતા ઓછું રહેવું જોઈએ. જ્યારે 20 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે કોલેસ્ટ્રોલ 125 થી 200 mg ની વચ્ચે રહેવું જોઈએ.