મધ સાથે બદામ ખાવાથી થતાં ફાયદા
કેટલાક લોકો બદામ દૂધ સાથે તો કેટલાક પાણીમાં આખી રાત પલાળીને સવારે બદામ ખાતા હોય છે.
હા, બદામ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. જેમાં પાચનક્રિયાથી માંડીને શરીરની અન્ય ક્રિયાઓમાં પણ સુધારો થવાની આશાઓ રહેલી છે. જો કે, પાણીમાં પલાળેલી બદામ સામાન્ય રીતે મોટાભાગનાં લોકોના ઘરમાં ખાવામાં આવતી હોય છે. બદામમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. ઘણાં લોકો સૂકી બદામ ખાતા હોય છે તો વળી કેટલાક લોકો પાણીમાં પલાળેલી બદામ ખાતા હોય છે. આગલી સાંજે પાણીમાં પલાળીને ફુલી ગયેલી બદામ પણ ખાતા હોય છે. જો કે પાણીમાં પલાળેલી બદામ કરતા મધમાં પલાળેલી બદામ ખાવાથી હેલ્થને અનેકગણા ફાયદાઓ થાય છે.
બદામ અને મધ બન્ને સુપર ફૂડ્સ છે. આ બંન્નેનું સવારમાં તમે ખાલી પેટે સેવન કરવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને તમે અનેક બીમારીઓથી દૂર રહો છો. આર્યુવેદમાં મધને અમૃતની જેમ માનવામાં આવે છે. અસલ મધમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેન્ટર, એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ્સના ગુણ બદામના બેનિફિટ્સમાં વધારો કરે છે.
રોજ સવારમાં બદામ અને મધનું સેવન કરાવવાથી નાના બાળકોને યાદશક્તિમાં વધારો થાય છે.
મધ અને બદામ પલાળીને ખાવાથી શરીરમાં એનર્જી બુસ્ટ થાય છે. આ સાથે જ તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહો છો. આ માટે દરેક લોકોએ સવારના નાસ્તામાં થોડી બદામ ખાવી જોઇએ.
મધની સાથે બદામ ખાવાથી તેમાં રહેલું ફાઇબર શરીરને બેક્ટેરિયા સારી રીતે વધારવામાં મદદ કરે છે જેના કારણે પાચન તંત્ર સારું થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તમે બદામ અને મધનું સેવન રેગ્યુલર કરવાથી વાળ અને સ્કિન માટે એ સૌથી વધારે ફાયદાકારક છે. આમાં વિટામીન ઇ, એન્ટી ઓક્સિડન્ટ્સ, હેલ્ધી ફેટ્સ, હોય છે જે સ્કિન પર નેચરલ ગ્લો લાવે છે અને સાથે વાળને મજબૂત કરવાનું કામ કરે છે.