કોઈ પણ વ્યક્તિએ મહેનત કરવી અત્યંત આવશ્યક છે. જો કે, આયોજન વગર કરવામાં આવતી મહેનત ક્યારેક મજૂરીમાં પરિવર્તિત થઈને રહી જતી હોય છે. આયોજનબધ્ધ કરવામાં આવતું કામ તમને સફળતા અપાવવામાં ચોક્કસ મદદ કરશે એમ બેમત નથી.
માણસને સાત કલાકની ઊંઘ પૂરતી થઈ પડે છે. રાત્રે સમયસર સૂઈને સમયસર ઉઠી જાવ. જેથી તાજગીનો અનુભવ થાય. ત્યાર પછી પહેલું કયુ કામ હાથ ઉપર લેવું એ નક્કી કરીને સમયનો વયે કર્યા વગર કામની શરૂઆત કરી દો.
આળસ નો ત્યાગ કરીને રાત્રે સૂતા પહેલા જ, કાલે કરવાના કામોની યાદી બનાવો. બીજા દિવસે સવારે એ કામોને પ્રાથમિકતા આપતા ક્રમ આપી દો. જેથી સૌથી અગત્યનું કામ હોય એ સૌ પ્રથમ હાથ ઉપર લઈ શકાય. જો કે ઓછા સમયમાં પતી જાય એવા કામને પ્રાથમિકતા આપી શકાય તો આપી જુવો.
જો આ મુદ્દાઓને તમારા જીવનમાં વણી લેશો તો તમારી મોત ભાગની સમસ્યાઓ હલ થઈ અને સમય નહી મળવાની ફરિયાદ પણ દૂર થઈ જશે એમાં બેમત નથી.