IPL ના આયોજનનો વિચાર હવે ભારતના સીમાડાઓ ઓળંગીને દક્ષિણ આફ્રિકામાં સુધી પહોંચ્યો છે. જે મુજબ આગામી તા. દસમી જાન્યુઆરીથી નવી ક્રિકેટ લીગ એસએ20નો દક્ષિણ આફ્રિકા દ્વારા પ્રારંભ થશે. આફ્રિકાની આ પ્રથમ લીગ ટુર્નામેન્ટ તા. 13, ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન છ ટીમ વચ્ચે 33 મેચ રમાશે. જેમાં મિની આઇપીએલની ઝલક જોવા મળશે. આ ટુર્નામેન્ટની ટીમોની માલિકી મુંબઇ ઇન્ડિયન્સ, ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સહિત છ આઇપીએલ ફ્રેન્ચાઇઝી પાસે છે. તદઉપરાંત લીગની સફળતા પણ ભારતીય મેનેજમેન્ટ અને બ્રોડકાસ્ટિંગ કંપનીઓ પર નિર્ભર રહેશે. મતલબ, ભારત કે ભારતીયો દ્વારા જ સમગ્ર સંચાલન કરવામાં આવશે.
એસએ20 લીગના ડાયરેક્ટર અને પૂર્વ આફ્રિકન ક્રિકેટર ગ્રીમ સ્મિથના મતે, આફ્રિકા આ લીગને આઇપીએલ પછીની મોટી ક્રિકેટ લીગ બનાવવાની ઇચ્છા ધરાવે છે.
આ લીગનું મહત્વ દક્ષિણ આફ્રિકના ક્રિકેટ બોર્ડ માટે ઘણું વધારે હોવાનું જોઈ શકાય છે. કેમ કે, આ લીગ માટેથી આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામેની તેની વન-ડે સિરીઝ પણ રદ કરી દીધી છે. આ સિરીઝ વર્લ્ડ કપ સુપર લીગનો હિસ્સો હતી અને વર્લ્ડ કપ ક્વૉલિફિકેશન માટે પણ મહત્વની હતી.
આગામી તા. 13 જાન્યુઆરીથી યુ. એ. ઇ. ખાતે શરૂ થનારી, દક્ષિણ આફ્રિકાની નવી ટી20 લીગમાં 4 ટીમના માલિક ભારતીય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ લીગ ટી-20 નામનીઆ લીગની ફાઇનલ મેચ તા. 12 ફેબ્રુઆરીએ યોજાશે. આફ્રિકામાં સટ્ટો કાયદેસર હોવાને કારણે ત્યાં નું સટ્ટા બજાર પણ ગરમ છે. છ ટીમ વચ્ચે 33 કરોડના ઈનામો આપવાના હોવાની વિગતો જાણવા મળી રહી છે.