ભારતના સ્ટાર બેટ્સમેન કે.એલ.રાહુલ ફિલ્મ જગતના એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી સાથે એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્નના બંધનમાં બંધવા જય રહ્યો છે. આ લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલાના ઘરમાં ધામધૂમથી લગ્નના ફંક્શન થઇ શકે છે. લગ્નમાં ખાસ લોકોને જ બોલાવવામાં આવ્યા છે. તેને સીક્રેટ રાખવાનો પ્રયાસ કરાયો છે. જો કે લગ્નની તૈયારીઓની ચર્ચા છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે. IPLના મોંઘા ખેલાડીઓમાંથી રાહુલ તેમાનો એક છે આથિયા અને રાહુલ તેમના લગ્નમાં કોઇ ખામી રાખવા ઇચ્છતા નથી.
રાહુલની નેટવર્થની વાત કરવામાં આવે તો BCCI અને IPLની મદદથી અને આ સિવાય તે જાહેરાતો કરીને કરોડોની કમાણી કરી લે છે. રાહુલ BCCIના એ ગ્રેડ કોન્ટ્રાક્ટમાં સામેલ છે. જ્યાંથી તેને દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે. તે IPLની ફ્રેન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન પણ છે. લખનઉએ તેને 17 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની સાથે તે અનેક બ્રાન્ડની જાહેરાત પણ કરે છે. તેનું નેટવર્થ અંદાજે 75 કરોડ રૂપિયાની આસપાસ છે. કુલ મળીને તે હંમેશા એકટીવે રહે છે સાથે પોતાનું નેટવર્થ પણ વધારે છે.