વિદેશ જવા માટે સૌથી મહત્વના દસ્તાવેજની જરૂર પડતી હોય તો તે છે પાસપોર્ટ. પાસપોર્ટ સાથે ઘણી બધી વાતો જોડાયેલી છે જેની જાણ મોટા ભાગના લોકોને નહિ હોય. આવો જાણીએ પાસસપોર્ટની કેટલીક મહત્વની વાતો.
પોતાના દેશમાંથી અન્ય દેશમાં પ્રવેશવા માટે પાસપોર્ટ એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પાસપોર્ટ ન હોય તો બીજા દેશમાં જવા માટે તમારા દેશમાંથી કે બહાર નહીં જઈ શકો. આ એક એવો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે કે જેમાં પાસ્પોર્ટધારકની નાગરિકતાની સહિતની બધી જ વિગતો લખવામાં આવે છે. આવા આ પાસપોર્ટ વગર કોઈ પણ દેશ તમને પ્રવેશવાની મંજૂરી નહીં આપે.
એવું કહેવામાં આવે છે કે પાસપોર્ટની શરૂઆત દરિયાઈ માર્ગે મુસાફરી કરતા લોકોને બીજા દેશમાં પ્રવેશ કરવા માટે આપવામાં આવતા ઓળખ પત્રથી થઇ હતી. વિમાન મારફતે મુસાફરી શક્ય ન હતી ત્યારે લોકો માત્ર દરિયાઈ માર્ગે જ અવર જ્વર કરતા હતા. આવા મુસાફરોના મૂળ વતન એવા દેશની ઓળખ દર્શાવતો પુરાવો એટલે પાસપોર્ટ. જે તે દેશની દરિયાઈ સીમા ખાતે આવેલા પ્રવેશદ્વાર સમા બંદરગાહને પસાર કરવા માટેનો દસ્તાવેજ એટલે પાસપોર્ટ. પોર્ટમાંથી પાસ (પસાર) થવા માટે આવશ્યક દસ્તાવેજ એટલે આ પાસપોર્ટ. ધીમે ધીમે પાસપોર્ટ નામ પ્રચલિત થયું અને હવાઈ મુસાફરી હોય તો પણ હવે પાસ એરપોર્ટ કે એવું કંઈ નામ આપવાને બદલે, જૂનું પ્રચલિત નામ પાસપોર્ટ જ ચાલતું આવે છે.
થોડી અન્ય વિગતો જાણીએ તો, જો પાસ્પોર્ટધરકે ચહેરા પર ટેટૂ કરાવ્યું હોય તો જુના પાસપોર્ટ ઉપર પ્રવાસ નહિ કરી શકાય. આવા સંજોગોમાં નવા પાસપોર્ટની જરૂર પડશે.
આવી જ એક બીજી રસપ્રદ માહિતી એ છે કે, પાસપોર્ટમાં આપવા માટેનો ફોટો યુનિફોર્મ પહેરીને ફોટો પાડી શકાતો નથી. એટલું જ નહીં, કેપ, સનગ્લાસ કે ચહેરો ઢાંકી દેતી જવેલરી કે અન્ય કંઈ પણ પહેરવાની પણ છૂટ નથી. એટલું જ નહીં, તમારા વાળ પણ જો તમારો ચહેરો જોવામાં નડતરરૂપ હોય, તો તમને પાસપોર્ટ માટે ફરીથી ફોટો પડાવી લાવવાનું કહેવામાં આવશે. જો કે કોમર્શિયલ કર્મચારીઓને તેમના ફોટોગ્રાફ પડાવતી વખતે યુનિફોર્મ પહેરવાની પરવાનગી આપવામાં આવી હોવાનુંજાણવા મળેલ છે.
વર્લ્ડ પાસપોર્ટ મેળવવા માટે વર્લ્ડ સર્વિસ ઓથોરિટી તરફથી પરવાનગી આપવામાં આવે છે.
કિંગ હેનરી પાંચમાએ તેરમી સદીમાં પાસપોર્ટનો આ તર્ક રજૂ કર્યો હતો. જેથી વિદેશની મુસાફરી કરતી વખતે તેની રાષ્ટ્રીયતા અને ઓળખ સાબિત કરવાનું સરળ બની રહે. એ વખતે આ દસ્તાવેજને હજુ પાસપોર્ટનું નામ આપવામાં આવ્યું ન હતું.
વિશ્વની એવી એકમાત્ર વ્યક્તિ છે કે જેઓ પાસપોર્ટ વગર બીજા દેશોમાં અવર જ્વર કરી શકતા હતા. એ વ્યક્તિ એટલે બ્રિટનના રાણી એલિઝાબેથ બીજા. તેઓને વિશ્વના કોઈ પણ દેશની મુસાફરી કરવા માટે પાસપોર્ટની જરૂર નહોતી. જો કે, તેમની પાસે રહેલા પોતાના કેટલાક દસ્તાવેજોને જ પાસપોર્ટ જેવા ગણવામાં આવતા હતા.
યુનાઇટેડ આરબ અમિરાટ્સનો પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિ, વિઝા વિના 179 દેશોમાં પ્રવાસ કરી શકતો હોવાનું કહેવાય છે.
વધુ એક રસપ્રદ કહી શકાય એવી બાબત એ છે કે, જ્યારે પાસપોર્ટ માટેનો ફોટો પડાવતા હોય ત્યાર સ્મિત વર્જિત છે. હસતા ચહેરા વાળો ફોટો પાસપોર્ટ ઓથોરિટી દ્વારા રિજેક્ટ કરવામાં આવતો હોવાની બાબત પણ જાણવા મળી રહી છે.
આવી છે આ બંદર પસાર કરવાના દસ્તાવેજ ઉર્ફે પાસપોર્ટની જાણવા જેવી વિગતો. આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ વિગતો તમને પસંદ આવી હશે.