ક્રિતી સેનન વર્કઆઉટમાં સુપિન લેગ રેઇઝ નામની કસરત કરે છે જેનું પુનરાવર્તન કરીને તે પોતાની જાતને ફિટ રાખે છે, આ કસરત કોર સ્નાયુઓ પર અપાતા બળનો ટોટલ સમય વધારે છે તેમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં વચ્ચે વચ્ચે રેસ્ટ પણ કરે છે.
ક્રિતી સેનન ફિટ રહેવા આ પડકારજનક વર્કઆઉટ સરળતાથી કરી શકે છે
ક્રિતી સેનન પોતાના ફિટનેસ ગોલ નક્કી કરીને તે કાર્યને અમલમાં મૂકે છે
ક્રિતી સેનનનું નામ બોલિવૂડની ફિટ અભિનેત્રીઓના લૉસ્ટમાં શામેલ છે. તે ક્યારેય પણ તેનું વર્ક આઉટ સ્કિપ કરતી નથી. ક્રિતીના જિમ ટ્રેનર કરણ સાહનીના ઇન્સ્ટાગ્રામ પરની અપડેટ અનુસાર, તે વધુ ફિટ અને હોટ દેખાવા માટે વર્ક આઉટ કરી રહી છે. એક વીડિયોમાં અભિનેત્રી એક પડકારરૂપ કોર વર્કઆઉટ કરતી જોવા મળી હતી એ જે વર્ક આઉટ કરી રહી હતી તે જોવામાં સહેલું લાગે છે પરંતુ ખરેખર ખુબ અઘરું છે.
Video Credit : Instagram of kriti sanon
32 વર્ષીય સેનોન એક વિડિયોમાં સુપાઈન લેગ રેઇઝ અથવા લેગ લિફ્ટ્સ ટ્વિસ્ટ સાથે કરતી જોવા મળી હતી. આ વર્કઆઉટમાં ફ્લોર ઉપર સૂઈ ને પગ છત તરફ ઉંચા કરવાના રહે છે. ત્યાર બાદ પછી ધીમે ધીમે 10 ગણતા ની સાથે પોતાના પગને જમીનની સમાંતર લાવવાના હોય છે. દરેક ગણતરી વખતે પગને થોડી ક્ષણો માટે સ્થિર કરી દેવાના હોય છે, ક્રિતિએ ખાસ પેટના સ્નાયુઓ પર કામ કરવા માટે જાણીતી કોર કસરતમાં પોતાનો અનુભવ પણ ઉમેરીને બદલાવ લાવ્યો છે.
આ પણ વાંચો: વજન ઘટાડવા માટે વ્યક્તિનું બ્લડ ગ્રુપ શું ભૂમિકા ભજવી શકે છે? જાણો આ વિષે એક્સપર્ટ શું કહે છે
વર્ક આઉટ કેવી રીતે કરવું જોઈએ ?
તમારે પહેલા તો તમારી પીઠ ઉપર સપાટ જગ્યાએ સૂઈ જાવાનું.
હવે તમારા પગને ટટ્ટાર રાખીને આકાશ તરફ ઉંચા કરી લેવાના.
ત્યાર બાદ પગને જમીનની સમાંતર રાખો, પછી 10 ગણતાની સાથે જ સાથે ધીમે ધીમે પગ ઉપર આકાશ તરફ લઇ જવા અને નીચે ધીમે ધીમે નીચે લાવવા. આ પ્રક્રિયાને ફરી થી કરવાની હોય છે.
વર્ક આઉટમાં ગણતરી વખતે હોલ્ડ કરવું કેટલું ફાયદાકારક હોય છે ?
ક્રિતી સુપિન લેગ રેઇઝનું પુનરાવર્તન કરે છે અને કોર સ્નાયુઓ પર અપાતા બળના સમયને વધારવાનો પ્રયાસ કરે છે. વચ્ચે વચ્ચે જરૂર જણાય તો રેસ્ટ પણ કરતી હોય છે. ધ બોડી સાયન્સ એકેડેમીના સહ-સ્થાપક વરુણ રતને જણાવે છે કે, આ રીતે વર્ક આઉટ કરતી વખતે વચ્ચે વચ્ચે હોલ્ટ લેવાથી વધુ શક્તિ મળે છે. અને વર્ક કરવાની પ્રક્રિયા શરીરની શક્તિમાં વધારે કરી શકે છે.
એક્સપર્ટ રતન વધુમાં જણાવે છે કે, આ જ પ્રણાલી તમારી બધી કસરતો પર લાગુ કરી શકાય. “જ્યારે તમે તમારી ટ્રેનિંગ શરૂ કરવાના હોવ ત્યારે તમને તાકાત, લાભો અને મજબૂતી નો અનુભવ ચોક્કસ થી થશે. તરંગી કસરત (eccentric exercise) ની પણ કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે, જે લોકો આ પ્રકારની ટ્રેનિંગ માટે નવા હોય છે અથવા તો શરૂઆત કરી રહ્યા હોય છે, તેઓને શરૂ શરૂમાં સ્નાયુઓ દુઃખી શકે છે. આ પ્રકારની તરંગી કસરત તમને ચાલતી વખતે દુખાવો કરી શકે છે કેમ કે આ પ્રવૃત્તિમાં પગને વળાંક આપવાના હોય છે અને બેલેન્સ પણ રાખવાનું હોય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર વિવિધ માહિતી અને ધારણાઓ પર આધારિત છે. નીર ગુજરાતી આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની સાચીતા અને પ્રમાણિકતાનો દાવો કરતું નથી.