ટોરેન્ટ ફાર્માએ બુધવાર, 25 જાન્યુઆરીએ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો રૂ. 283 કરોડ હતો, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 249 કરોડ હતો. એટલે કે આ વર્ષે વાર્ષિક ધોરણે નફામાં 14%નો વધારો થયો હતો. ત્રીજા ક્વાર્ટરમાં પણ વેચાણ વધીને રૂ. 2,459 કરોડ થયું હતું.ફાર્મા સેક્ટરની કંપની ટોરેન્ટ ફાર્માએ તેના શેરધારકો માટે પ્રતિ શેર 280% ના ડિવિડન્ડને મંજૂરી આપી છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે ડિવિડન્ડની રકમ ખાતામાં ક્યારે જમા થશે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેના શેરધારકો માટે શેર દીઠ 280% ના ડિવિડન્ડને મંજૂરી આપી છે. ત્રીજા ક્વાર્ટર માટે શેર દીઠ રૂ. 14નું વચગાળાનું ડિવિડન્ડ આપવામાં આવશે.
કંપનીઓ શેરબજારમાં જાન્યુઆરી મહિનામાં ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરે છે. સારા પરિણામોની સાથે કંપનીઓ શેરધારકોને ડિવિડન્ડ પણ આપે છે. આ સ્થિતિમાં જો તમે પણ કમાવાની તક શોધી રહ્યા છો તો તમારા માટે ખુબ સરસ અને મજબૂત ડિવિડન્ડ સ્ટોકની તક છે.
એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે FY23 ના ત્રીજા ક્વાર્ટર માટે શેર દીઠ રૂ. 14નું વચગાળાનું ડિવિડન્ડ આપવામાં આવશે. શેરધારકોને પણ 14 ફેબ્રુઆરી, 2023 ના રોજ અથવા તે પહેલાં પણ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ટોરેન્ટ ફાર્માએ છેલ્લા 12 મહિનામાં પ્રતિ શેર 48 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે.અને તે ધારકોને આપવામાં આવશે.વર્તમાન શેરના ભાવ મુજબ શેરની ડિવિડન્ડ ઉપજ 3.03% છે. ટોરેન્ટ ફાર્માનો શેર બુધવારે BSE પર રૂ. 1557.50 પર બંધ થયો હતો.
ટોરેન્ટ ફાર્માએ બુધવાર, 25 જાન્યુઆરીએ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો રૂ. 283 કરોડ હતો, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 249 કરોડ હતો. એટલે કે તેનો વાર્ષિક ધોરણે નફામાં 14%નો વધારો થયો હતો. ત્રીજા ક્વાર્ટરમાં પણ વેચાણ વધીને રૂ. 2,459 કરોડ થયું હતું, જે ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2,092 કરોડ હતું.તેમાં પણ વધારો થયો છે.
ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 17% વધી છે. આ આંકડો 1,259 કરોડ રૂપિયા હતો. કંપનીની યુએસ આવક 24% વધીને રૂ. 291 કરોડ થઈ છે. એ જ રીતે બ્રાઝિલથી આવતી આવક પણ વધીને 248 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ટોરેન્ટ ફાર્માની વાર્ષિક આવક રૂ. 8,500 કરોડથી વધુ હતી.એટલે વિદેશથી પણ તેની કમાણીમાં વધારો થયો છે. શેરધારકો માટે સારો ઓપ્શન છે.