નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું. નાણાપ્રધાને બજેટમાં આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ સાથે જ તેમણે કહ્યું કે તેમણે ટેક્સમાં વધારો નહીં કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં મધ્યમ વર્ગ હજુ પણ એ સમજવા માગે છે કે તેમને કઈ રીતે આ બજેટથી ફાયદો થશે.ખાસ કરીને જે નોકરીયાત વર્ગની ઈન્કમ ટેક્સ ભરતો હોય છે, તો આવો ઈન્કમ ટેક્સના સ્લેબમાં શું ફેરફાર થયા છે તેના વિશે સમજીએ,
જો તમારી વાર્ષિક આવક 30% ટેક્સના અંદર આવે છે, તો તમે આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ₹1.5 લાખનું રોકાણ કરીને ₹45,000નો ટેક્સ બચાવી શકો છો. જો તમે નવી ટેક્સ સિસ્ટમ પસંદ નથી કરતા અને જૂના ટેક્સ સિસ્ટમમાં કલમ 80c હેઠળના કોઈપણ વિકલ્પોમાં રોકાણ કરો છો, તો તમે આટલો ટેક્સ બચાવી શકો છો.
- પ્રોવિડન્ડ ફંડમાં રોકાણ
- હાઉસિંગ લોનના મૂળધનના રૂપમાં ચૂકવેલી રકમ
- પબ્લિક પ્રોવિડન્ડ ફંડમાં ₹1.5 લાખ સુધીનું રોકાણ
- બે બાળકોની સ્કૂલની ટ્યુશન ફીસ
- પોતાના, પરિવાર કે બાળકોની જીવન વીમા પોલીસનું પ્રીમિયમ
- યુનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાનમાં કરેલું યોગદાન
- નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં કરાયેલું રોકાણ
- બેંક કે પોસ્ટ ઓફિસમાં 5 લાખની ટર્મ ડિપોઝિટ
- સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કરાયેલું દોઢ લાખ રુપિયા સુધીનું રોકાણ
આ રીતે અલગ અલગ સ્કીમોમાં રોકાણ કરીને પણ ટેક્સ બચાવી શકાય છે.
કોરોના કાર દરમિયાનમાં ઘણા લોકોને રુપિયા જરુર પડી હતી . તેનું ધ્યાન રાખીને ઈપીએફઓ એ કહ્યું કે જો કોઈ સ્ટાફ યુપીએસસી એડવાન્સ રકમ લે છે જેને પરત નથી કરતી તો તેને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. તમે ઈપીએફથી બેસિક અને ડીએના બરાબરની રમક કે ઈપીએફ એકાઉન્ટમાં રહેલી રકમના 75 ટકા રકમ એડવાન્સના રૂપમાં લઈ શકે છે.ઈપીએફઓએ કહ્યું છે કે આ રીતના એડવાન્સ પર કોઈ ટેક્સ નહીં લગાવાય. સામાન્ય રીતે કોઈ નોકરીમાં 5 વર્ષ પૂર્ણ કાર્ય પછી જ પીએફ ની રકમ કાઢવા પર કોઈ ટેક્સ ભરવાનો હોતો નથી.
હાઉસ રેન્ટ અલાઉન્સની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને સીટીસીમાં આ સામાન્ય કમ્પોનન્ટ હોય છે. જે લોકો ભાડાના મકાનમાં રહીને નોકરી કરે છે તેઓ હાઉસ સેન્ટ અલાઉન્સનો ફાયદો ઉઠાવી શકે છે.
હાઉસ રેન્ટ અલાઉન્સના મામલે તમને આ ત્રણમાં સૌથી ઓછી રકમ પર રાહત મળી શકે છે.
૧. જો તમારું ભાડાનું ઘર દિલ્હી, મુંબઈ, કોલકાતા કે ચેન્નાઈમાં છે તો તમે પોતાના પગારના 50% હાઉસ રેન્ટ અલાઉન્સના રૂપમાં બતાવીને તેને ટેક્સમાંથી બચાવી શકાય છે.
૨.જો તમે બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાની રકમના 10% રકમ કરતા ઓછું ભાડું ચૂકવો છો.
૩.જો તમારું ઘર કોઈ અન્ય શહેરમાં હોય તો તમે પગારના 40% ભાગ એચ.આર.એ ના રૂપમાં ટેક્સના વર્તુળની બહાર રાખવામાં મદદ મળી શકે છે, તમારી કંપની તમને જેટલું એચ.આર.એ આપે છે.તમે તે રકમ પર ટેક્સ બચાવી શકે છે.
જો તમારા CTCમાં HRA નથી તો તમે તમારા ભાડાની રકમ ગ્રોસ ટેક્સેબલ ઈનકમમાંથી તેને બાદ કરી શકો છો. તેની વધુમાં વધુ સીમા ₹5000 પ્રતિ મહિનો છે. જો તમે તમારા ઘરમાં રહો છો તો HRA પર ટેક્સ ચૂકવવો પડશે.
લીવ ટ્રાવેલ કન્શેસન એટલે LTC રૂપમાં 4 વર્ષના બ્લોકમાં બે વખત કરેલા પ્રવાસ પર કરાયેલા ખર્ચના રૂપમાં ટેક્સમાંથી રાહત મેળવી શકો છો. LTC નો નવા બ્લોક1 જાન્યુઆરી 2022થી શરુ થયો છે. જેમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની પણ જરુર છે. ઉદાહરણ તરીકે તમે હવાઈ મુસાફરી કરો છો તો તેમાં તમને માત્ર ઈકોનોમી ક્લાસના એરફેર પર જ LTCનો ફાયદો મળી શકે છે. તેના માટે તમારે સૌથી નાનો રૂટ પસંદ કરવો જરૂરી છે. જો તમે પરિવાર સાથે ક્યાંક ફરવા ગયા છો તો હોટલ અને લોકલ કન્વેન્સ જેવા ખર્ચ માટે તમને LTCનો ફાયદો નહીં મળે.