બેન્કના ખાતામાં રાખવામાં આવતી લઘુત્તમ રકમની મર્યાદામાંથી ( savings account minimum balance ) મુક્તિ મળે એવા સમાચાર જાણવા મળી રહ્યા છે.
ભારત સરકારની ખાસ યોજના અંતર્ગત ખોલવામાં આવેલા જનધન ખાતા બાબતે વાત કરતા નાણા વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન ભગવંત કરાડે જણાવ્યું હતું કે, આ ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. પરિણામે, ખાતેદાર પોતાના નાણાંનો પુરેપુરો ઉપયોગ કરી શકશે.
અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં જણાવાયેલી વિગતો મુજબ દરેક બેન્કના પોતાના નિયમો મુજબ, લઘુત્તમ બેલેન્સ નહિ જાળવનારા ગ્રાહક પાસેથી દંડ વસુલ કરવો કે કેમ, એ નિર્ણય કરતી હોય છે. આ નિર્ણય લેવાનું બેન્કની સત્તામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. જુદી જુદી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે આ નિર્ણય લેવાની સત્તા હોય છે. જેથી બેન્ક દ્વારા જ ન્યુનત્તમ ડિપોઝીટ કેટલી રાખવી એ તથા મિનિમમ બેલેન્સ નહિ જાળવતા ખાતેદાર પાસેથી દંડ વસુલ કરવાની સત્તા હોય છે. આ બાબતે કેન્દ્ર સરકાર ખાસ હસ્તક્ષેપ કરવા માંગતી નહી હોવાનું પણ ભગવંત કરાડે જણાવ્યું હતું.