રિઝર્વ બેન્ક દ્વારા (Reserve Bank) કેવાયસી અપડેટ (KYC update) માટેની નવી ગાઇડલાઇન જાહેર કરી છે, જેનાથી હવે ખાતાધારકો (bank account holder) માત્ર સેલ્ફ – ડિક્લેરેશન લેટર (self declaration letter) મારફતે તેમના બેન્ક એકાઉન્ટમાં (bank account) કેવાયસી અપડેટ કે કેવાયસીની વિગતોમાં ફેરફાર (kyc details updation) કરાવી શકશે.
KYC – નો મતલબ થાય છે ” નો યોર કસ્ટમર ” તેના અપડેટ માટે ખાતાધારકો વારંવાર બેન્કમાં જવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું છે કે જો ખાતાધારકોના તેમના સરનામામાં કોઈ ફેરફાર થયો નથી, તો આવા ખાતાધારકે KYC અપડેટ કરાવવા માટે બેંક બ્રાન્ચમાં જવાની જરૂર નથી.જો તેમના તમામ જરૂરી માન્ય દસ્તાવેજો બેંકમાં સબમિટ કરેલા છે તો તે ખાતાધારકો તેમના ઈમેલ આઈડી, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, એટીએમ અથવા અન્ય કોઈ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સેલ્ફ- ડિક્લેરેશન લેટર સબમિટ કરાવી શકે છે.
“KYC અપડેટ કરવા માટે બેંકો ગ્રાહકો પર દબાણ ન કરે” : શક્તિકાંત દાસ
રિઝર્વ બેન્ક દ્વારા એક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કહ્યું હતું કે બેંકોએ ગ્રાહકો પર તેમના KYC અપડેટ કરાવવા માટે બેંક બ્રાન્ચમાં આવવા દબાણ કરવું જોઈએ નહીં. RBIની ગાઇડલાઇન અનુસાર, જો KYCની વિગતોમાં કોઈ ફેરફાર ન થયો હોય, ફરીથી કેવાયસી અપડેટની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખાતાધારકનો સેલ્ફ – ડિક્લેરેશન લેટર જ પૂરતો છે.
રિઝર્વ બેન્કની ગાઇડલાઇનમાં એવું પણ જણાવ્યામાં આવ્યું હતું કે સરનામું બદલવાના કિસ્સામાં, ખાતાધારક રજૂ કરવામાં આવેલા અથવા પહેલાથી ઉપલબ્ધ વિકલ્પોમાંથી કોઇ પણ મારફતે બેન્ક રેકોર્ડમાં પોતાનું સરનામું બદલી શકે છે અથવા અપડેટ માટે અરજી કરી શકે છે અને આ પગલાં બાદ બેન્ક બેંક 2 મહિનાની અંદર નવા સરનામાંનું વેરિફિકેશન કરશે.રિઝર્વ બેન્કની સંબંધિત માર્ગદર્શિકામાં, બેંકોને ગ્રાહકોને રજિસ્ટર્ડ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એટીએમ, જેમ કે ઓનલાઈન બેંકિંગ અથવા ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ જેવા ડિજિટલ પ્લેટફોર્મ મારફતે સેલ્ફ – ડિક્લેરેશન લેટર સબમિટ કરવાની સુવિધા આપવા જણાવાયું છે. જેથી કરીને તેમને બેંક બ્રાન્ચમાં જવાની જરૂર પડે નહીં.