ક્રિકેટરો અને અભિનેત્રીનોના પ્રેમ પ્રકરણ કે લગ્નની વાતો હવે નવી નથી. અભિનેત્રીને પત્નીના સ્વરૂપમાં મેળવીને ક્રિકેટરો પોતાની જાતને ખુશનસીબ માનતા હોય છે, પણ કોઈક ક્રિકેટરોની પત્ની અભિનેત્રી હોય અને એના કરતા પણ સ્વરૂપવાન યુવતી પોતાના જ પરિવારમાં હોય ત્યારે એ યુવતીને પામનારા એ સભ્યના નસીબની ઈર્ષ્યા આવ્યા વગર રહેતી નથી. આવા જ એક પરિવારની આજે આપણે અહીં વાત કરવાના છીએ.
આ પરિવાર છે ક્રિકેટર વિરાટ કોહલીનો પરિવાર અને ઈર્ષ્યા આવે એવો સભ્ય છે વિરાટનો ભાઈ વિકાસ. હા, એક હિરોઈન કરતા જરા પણ ઓછી ખુબસુરત નથી વિકાસની પત્ની ચેતના. વિકાસ અને ચેતનાના ફોટા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આહ ભરતા હોય છે. ચેતના જયારે પોતાના ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે ત્યારે તેને લાઈક કરવા માટે રીતસર હોડ લાગતી હોય એવો માહોલ સર્જાવા પામે છે.
સામાન્ય રીતે કહેવાય છે કે અભિનેત્રીઓ અપ્સરા જેવી હોય છે. જો કે, આ કિસ્સામાં તો ચેતના પણ અપ્સરા જેવી ખુબસુરત હોવાનું જોઈ શકાય છે.
ક્રિકેટર વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માની જોડી સમગ્ર દેશમાં ફેમસ છે. સાથે સાથે જ તેના પરિવારમાં એક બીજુ યુગલ પણ છે, જે આમ તો ખાસ લાઇમલાઇટમાં નથી હોતું પણ આ બંને કોઇ સ્ટારથી ઓછા હેન્ડસમ નથી. વિરાટના આ ભાઈ – ભાભીની જોડી પણ ખરેખર “એક દુજે કે લિયે” જેવી જોડી બની રહી છે. એમાં પણ ભાભી ચેતના તો અત્યંત સ્વરૂપવાન હોવાના કારણે યુવા હૈયાઓ માટે હોટ ફેવરિટ હોવાનું જોવા મળે છે. કોહલીની આ ખુબસુરત ભાભી ચેતના જયારે પોતાના ફોટોગ્રાફ્સ અપલોડ કરે ત્યારે એને ઢગલાબંધ લાઇક્સ અને પોઝિટિવ કૉમેન્ટ્સ આવતી હોય છે. કેટલાક વર્ષો પહેલા જ વિરાટના ભાઇ વિકાસના લગ્ન ચેતના સાથે થયા હતા. જો કે, ચેતનાભાભી જાહેરજીવનથી દૂર રહે છે પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એ એક્ટિવ હોવાનું જોવા મળે છે.
સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ચેતનાનું એકાઉન્ટ છે અને તે વખતોવખત ફોટોગ્રાફ્સ પોસ્ટ શેર કરતી હોય છે. જો કે, ચેતનાના ફોટાઓમાં તેના પરિવાર સાથેના ફોટાઓ વધુ પડતા જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીની ભાભી ચેતનાએ પોતાના પતિ વિકાસ સાથેના સોશિયલ મીડિયા ઉપર શેર કરેલા ફોટાઓમાં એકબીજા પ્રત્યેનો લગાવ ઉડીને આંખે વળગે એવો જોવા મળે છે.