ભારતના સીમાડાઓ ઓળંગીને વિદેશી યુવાનોના હૈયામાં આગવું સ્થાન બનાવી ચુકેલી ભારતીય સીનેતારિકા નવા વર્ષના અંતિમ તબક્કામાં હોલીવુડની ફિલ્મોમાં જોવા મળી શકે એવું એના ગ્રહો ઉપરથી ફળકથન થઇ રહ્યું છે.
હા, યુવા હૈયાઓની ધડકન બની ચુકેલી આ ચુલબુલી તારિકાનું નામ છે દીપિકા પાદુકોણ. 2022 દરમિયાન દીપિકા પાદુકોણ સતત ચર્ચામાં રહી હતી. ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં કતાર પહોંચેલી દીપિકા પાદુકોણ તરફ વિશ્વનું પુનઃ ધ્યાન ખેંચાયું હતું. દીપિકા પાદુકોણની એક પણ ફિલ્મ મોટા પડદે તો રિલીઝ થઈ નથી. જો કે, બ્રહ્માસ્ત્રમાં દીપિકા પાદુકોણનો કેમિયો હતો. 2022 માં તેની એક માત્ર ફિલ્મ ગેહરાઈઆ આવી હતી. જો કે તે ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
નવા વર્ષમાં ગ્રહો કોને નડશે અને કોને ફળશે એ જાણવાની ઉત્કંઠા દરેકને હોય છે. ખાસ કરીને ફિલ્મી સિતારાઓ, ગ્રહો અને રાશિમાં વધારે માનતા હોય છે. આ બાબતે યુવા હૈયાની ધડકન ગણાતી દીપિકા પાદુકોણના સિતારા શું કહે છે એ વિષે વિગતો જાણી.
2023માં દીપિકા પાદુકોણ શાહરુખ ખાન સાથે પઠાણ તેમજ જવાન ફિલ્મમાં જોવા મળશે.
ગત વર્ષે દીપિકા પાદુકોણની ખાસ કોઈ ફિલ્મ આવી નહોતી. જો કે, વર્ષના અંતમાં આવેલું પઠાણ ફિલ્મનું એક ગીત, તેને ચર્ચામાં લઇ આવ્યું. આ ગીતને કારણે ઉભા થયેલા વિવાદમાં સંડોવાયેલી દીપિકા નવા વર્ષમાં કેવી કેવી સફળતાઓ મેળવશે એ બાબતે થોડું જાણીએ. દીપિકા પાદુકોણની કુંડળી મુજબ જોઈએ તો તેની સાચી રાશિ તુલા છે. તેનું નામ રાશિ પ્રમાણે નથી. દીપિકા ઉપર રાશિ મીન છે. આ બંનેના લાભાલાભ દીપિકાને અસર કરે. હવે, ચાલુ વર્ષે દીપિકા પાદુકોણનો અભિનય ખૂબ જ ધૂમ મચાવશે. તો બીજી બાજુ વિવાદો પણ પેદા થઈ શકે છે.
દીપિકા પાદુકોણ ફિલ્મ જાન્યુઆરી મહિનામાં રિલીઝ થવાની છે. તા. 17 જાન્યુઆરીએ શનિ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ બાબત તેના માટે શુભ છે. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર તડી બોલાવશે. ચોથા એટલે કે એપ્રિલ મહિનામાં ગુરુ મેષ રાશિમાં પ્રવેશવાનો છે. જેથી એ વખતે દિપીકાનું પ્રોડક્શન હાઉસ કોઈ મોટી ફિલ્મ લઈને આવશે અને ખૂબ જ કમાણી કરશે. આ વર્ષે દીપિકા પાદુકોણ રોકાણ કરીને પૈસા કમાય એવા એંધાણો વર્તાઈ રહ્યા છે. આ વર્ષે દસમા મહિના પછી રાહુ મીન રાશિમાં જશે. જેના પરિણામે દીપિકા પાદુકોણ હોલિવુડની ફિલ્મોમાં જોવા મળે એવા સંજોગો પેદા થવાનું ગ્રહમંડળ ઉપરથી ફલિત થઇ રહ્યું છે.”