ખ્યાતનામ લેખકોની હરોળમાં આવતા સલીમખાનના પુત્ર અને યુવા હૈયાઓની ધડકન એવા સલમાન ખાનના શિક્ષણ વિષે આજે તમને અવગત કરાવવા છે.
ભારે લોકચાહના ધરાવતા આ અભિનેતાની આગામી ફિલ્મ ટાઇગર – ૩ નું શૂટિંગ થોડા સમયમાં શરુ થશે. દિલ્હીમાં પણ તેનો કેટલોક ભાગ શૂટ થવાની વાતો જાણવા મળે છે. તો સલમાનની બીજી ફિલ્મ “કિસી કા ભાઈ, કિસી કી જાન” માટે પણ તે અત્યારે ચર્ચામાં છે.
સલમાન ખાન વિષે લોકોને જાણકારી છે પરંતુ તેનો અભ્યાસ કેટલો છે તેની જાણકારી કદાચ ખૂબ ઓછા લોકોને હશે.
સલીમ ખાનના પરિવારમાં સૌથી વધુ કમાનાર વ્યક્તિ હોય તો તે સલમાન ખાન છે. જો કે, સલમાન ખાનના ભણતર અંગે જાણીને તમે ચોંકી જશો. સલમાન ખાને પ્રારંભિક શિક્ષણ ગ્લાવિયરની સિંધિયા સ્કૂલમાં મેળવ્યું હતું. ત્યાર પછી પિતા સલીમ ખાન તેમને મુંબઈ લઇ આવ્યા અને સેન્ટ સ્ટેનિસ્લોસ સ્કૂલમાં ફિલ્મનો અભ્યાસ કર્યો. સલમાન ખાને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લીધું હતું પરંતુ એક્ટિંગની દુનિયામાં પદાર્પણન કરવાથી તેઓ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી શક્યા નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, સલમાનના ભાઈ અરબાઝ ખાને ગ્વાલિયરની કેસિંડિયા સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો. તેને પણ કોલેજમાં પ્રવેશ લેવાને બદલે, ફિલ્મોમાં પ્રવેશ કર્યો.
બીજા ભાઈ સોહેલ ખાને 12માં ધોરણ સુધીનો અભ્યાસ મુંબઈની સેન્ટ સ્ટેનિસ્લોસ સ્કૂલમાંથી કર્યો. ત્યાર પછી તેની ઈચ્છા પાયલોટ બનવાની હતી. જો કે, એડમિશન નહી મળવાને કારણે તે પણ તેમના બીજા ભાઈઓની જેમ બોલિવૂડમાં આવી ગયા.
સલમાન ખાનના પરિવારમાં તેમની એક નાની બહેન અર્પિતા ખાન સૌથી વધુ ભણેલી છે. બહેન અર્પિતાએ લંડનથી ફેશન અને મેનેજમેન્ટમાં કોલેજ ઓફ ફેશનની ડિગ્રી મેળવી છે.
સલમાનની બીજી બહેન અલવીરા ખાને ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. એટલું જ નહીં, દઈએ કે ફેશન ડિઝાઈનિંગની સાથે અલવીરા ફિલ્મો પણ પ્રોડ્યુસ કરે છે.
સલમાન ખાનના પિતા અને જાણીતા લેખક સલીમ ખાન પણ ભણેલા છે. તેમણે 12મું ધોરણ ઈન્દોરની સેન્ટ રાફેલ સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેમણે હોલકર કોલેજમાંથી બી.એ. અને ત્યાર પછી માસ્ટર કર્યું.સલીમખાને પ્રારંભિક તબક્કામાં ફિલ્મોમાં કામ કર્યું હતું. જો કે, પછી તેઓએ સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું.