વર્ષ 1971થી હિન્દી સિનેમામાં પગ મૂકનાર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા કબીર બેદી માત્ર એક અભિનેતા જ નથી, પરંતુ શક્તિશાળી અવાજના માલિક અને જીવનને પોતાની શરતો પર જીવતા વ્યક્તિ પણ છે. કબીર બેદીએ તેમની વાસ્તવિક જિંદગી રીલ લાઈફની જેમ જીવી છે ભલે તે યુગ ગમે તે હોય, પરંતુ તેમના જીવનના ઉતાર-ચઢાવ લોકોથી છુપાઈ શક્યા નથી.બોલિવૂડના આ એક્ટરે કાર્ય છે ચાર વખત લગ્ન જેનું નામ છે કબીર બેદી.
કબીર બેદીના વિવાદાસ્પદ લગ્ન જીવન વિશે વાત કરીએ.તેમના ૩ લગ્ન કેમ સફર થયા નહિ તેના વિશે વાત કરીએ તો તેમણે પ્રથમ લગ્ન વર્ષ 1969માં ઓડિસાની ડાન્સર પ્રોતિમા સાથે કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો પૂજા બેદી અને પુત્ર સિદ્ધાર્થ હતા.પૂજા બેદી પણ એક ફિલ્મ એક્ટ્રેસ છે.
આ એક્ટર કબીર બેદી બોલિવૂડના દિગ્ગજ કલાકારોમાંના એક છે. કબીર બેદી ભારતીય સિનેમામાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે જેમાં તેમને ઘણા વિલનના રોલ કર્યા છે. તેમના અભિનયથી લોકો પ્રભાવિત પણ થયા છે,ફિલ્મોમાં તેઓને ખુબ સફળતા મળી.પરંતુ તેઓ તેમની ફિલ્મો કરતાં તેમના અંગત જીવનમાં સફળતા મળી નહિ. તેઓ અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહ્યા છે. સૌથી વધુ, તે ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમને 70 વર્ષની ઉંમરે લગ્ન કર્યા. એનાથી વધુ તેમને તેના કરતા 30 વર્ષ નાની યુવતી પરવીન દુસાંજ સાથે લગ્ન કર્યા. કબીર બેદી અને પરવીન દુસાંજના લગ્ન 15 જાન્યુઆરી 2016ના રોજ થયા હતા. ત્યારે તેમના લગ્નની વર્ષગાંઠ પર બન્નેના ફોટા સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થયા હતા.
કબીર બેદીએ ચાર લગ્ન કર્યા છે. કબીર બેદીના વિવાદાસ્પદ લગ્ન જીવન વિશે વાત કરીએ તો, તેમણે પ્રથમ લગ્ન વર્ષ 1969માં ઓડિસાની ડાન્સર પ્રોતિમા સાથે કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો પૂજા બેદી અને પુત્ર સિદ્ધાર્થ હતા. લગ્ન જીવન દરમ્યાન પરવીન બાબી સાથે કબીર બેદીની નિકટતા વધવા લાગી. આવી સ્થિતિમાં કબીર બેદી અને તેમની પહેલી પત્ની વચ્ચેના સંબંધોમાં અંતર આવી ગયું. પછી બંને અલગ થઈ ગયા.
પરવીન બાબી સાથેના સંબંધોના લીધે કબીર બેદીના પહેલા લગ્નમાં ચોક્કસ તિરાડ પડી હતી, પરંતુ કબીર બેદી અભિનેત્રી પરવીન બાબીનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. આ પછી કબીર બેદીએ બ્રિટિશ મૂળની ફેશન ડિઝાઈનર સુઝેન હમ્ફ્રે સાથે બીજા લગ્ન કર્યા, આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. કબીરની બીજી પત્ની સુઝેન હમ્ફ્રેએ તેને છૂટાછેડા માટે કહ્યું અને થોડા સમય પછી બંનેએ એકબીજાને છૂટાછેડા આપી દીધા, જેના પછી કબીર થોડા દિવસો સુધી ખૂબ જ પરેશાન રહ્યા. જે બાદ કબીર બેદી હજુ પણ જીવનસાથીની શોધમાં હતા.
બીજા લગ્ન તોડ્યા બાદ કબીર બેદીએ 1990માં ટીવી અને રેડિયો પ્રસ્તુત કરનાર નિક્કી સાથે ત્રીજીવાર લગ્ન કર્યા. બંને લાંબા સમય સુધી સાથે રહ્યા અને વર્ષ 2005 દરમિયાન કબીરે તેની ત્રીજી પત્નીને પણ છૂટાછેડા આપી દીધા.
તમને જણાવી દઈએ કે વર્ષ 2006થી કબીર બેદી તેમના મિત્ર પરવીન દોસાંઝ સાથેના અફેરના સમાચારોને લઈને ચર્ચામાં હતા.પરવીન દુસાંજ એક મોડલ અને એક્ટ્રેસ હોવા ઉપરાંત ટીવી પ્રોડ્યુસર પણ છે. લગ્ન પહેલા પરવીન ઘણા વર્ષો સુધી કબીર બેદી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી. બંનેએ વર્ષ 2016માં આ સંબંધને લગ્નનું નામ આપ્યું હતું. કબીર પરવીન સાથે તેના 70માં જન્મદિવસે ગયો હતો.
કબીર બેદીને બોલિવૂડમાં ઝિંદા દિલ ઈન્સાન કહેવામાં આવે છે.