ટેલિવિજનની સ્ટાર પ્લસ ચેનલ ઉપર દર્શાવવામાં આવતી અનુપમા ધારાવાહિકનો એક રોમેન્ટિક સીન આજકાલ સોશ્યલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે.
દર્શકોમાં લોકપ્રિય બની રહેલી ટીવી સિરિયલ ‘અનુપમા’ હાલમાં સોશ્યલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરી રહી છે. દર્શકોને આ શો ઘણો જ ગમે છે. જેમાં અનુપમાનો રોલ ભજવતી રૂપાલી ગાંગુલી એ અનુજના રોલમાં રહેલા ગૌરવ ખન્ના સાથે લગ્ન કર્યાં છે. હવે દર્શકો આતુરતાથી બંને વચ્ચેના રોમેન્ટિક દ્રશ્યો જોવા આતુર હતા. હવે એ બંને વચ્ચેના રોમાંસની તસવીરો વાઇરલ થઈ છે.
જો કે ધારાવાહિકની કથા મુજબ છેલ્લા કેટલાક સમયથી અનુપમા અને અનુજ ઘણાં સ્ટ્રેસમાં રહ્યાં હતાં. એમ છતાં આ બધું ભૂલીને અનુપમાએ અનુજ માટે રોમેન્ટિક ડેટનો પ્લાન બનાવ્યો હતો. આખરે પડદા ઉપર અનુપમા તથા અનુજનો પ્રેમ જોવા મળ્યો હતો. આ શોમાં બંનેનો રોમાન્સ પહેલી જ વાર જોવા મળ્યો હતો.
આ બંનેના કિસીંગ સીનને કારણે TRPમાં ફાયદો થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અનુપમા – અનુજનો રોમાન્સ અને હેપ્પી મોમેન્ટ્સ જોયા બાદ ચાહકોને લાગી રહ્યું છે કે બંને વચ્ચે પહેલાં જેવું બધું ઠીક થઈ જશે. આ બંનેના રોમાન્સને કારણે TRP વધશે એમ પણ માનવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રૂપાલી ગાંગુલી નાના પડદાની ભારતમાં સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસીસ પૈકી એક છે. ‘અનુપમા’ શો હિટ જતાં જ રૂપાલીએ પોતાની ફી બમણી કરી દીધી હોવાની વાતો પણ સાંભળવા મળી રહી છે.
રૂપાલી ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં પણ મોનિશાનો રોલ કરી ચૂકી છે.