ઉનાળાનું વેકેશન પડ્યું છે ને એક દિવસ માટે પરિવાર અને બાળકો સાથે બહાર ફરવા જવું છે. પણ સમજાતું નથી ક્યાં જવું તો જઈ આવો શૂલપાણેશ્વર મહાદેવ ના મંદિર એ ! શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય, ત્યારે વડીલો સાથે શિવજી મંદિર એ જવું છે તો શૂલપાણેશ્વર મંદિર ઉત્તમ પસંદગી છે.
શૂલપાણેશ્વર મહાદેવ મંદિર નો પરિચય
વડોદરા થી આશરે ૮૬ કિમિ એ રાજપીપલા પાસે આ મંદિર આવેલું છે. આ મંદિર નર્મદા કાંઠે, સરદાર સરોવર ડેમ થી ખુબ જ નજીક આવેલું છે. મંદિર ની આજુ બાજુ બગીચો છે. તેમજ, મંદિરની સુંદરતા અને સ્વચ્છતા ને બહુ સારી રીતે જાળવી રખાઈ છે. અહીં ખાસ્સું જૂનું અને સુંદર શંકર ભગવાન નું મંદિર છે. આ મંદિર અને તેની સુંદરતા શ્રદ્ધાળુ ઓ ને પોતાની તરફ આકર્ષે છે. વધારામાં આ મંદિર શહેર થી ખુબ દૂર અને ટ્રાફિક ના ઘોંઘાટ થી દૂર નીરવ વનરાજી માં આવેલું છે, જેથી શહેરીજનો માટે આ સ્થળ ખુબ જ આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિના માં ભક્તો ની ભારે ભીડ ઉભરાય છે.
શૂલપાણેશ્વર મહાદેવ મંદિર ની પાસે આવેલા અભ્યારણ્ય વિશે ની માહિતી
આ મંદિર ની આસપાસ ગાઢ જંગલ આવેલું છે. જંગલી પ્રાણીઓ નું અભ્યારણ્ય પણ અહીં આવેલું છે. ગુજરાત નું સૌથી ગીચ જંગલ અહીં છે એમ માનવામાં આવે છે.
આ પ્રાણીઓ ના અભ્યારણ્ય માં વિશાળ પ્રમાણમાં વાંસ ના ઝાડ આવેલા છે. આ ઉપરાંત, ૫૭૫ જેટલી પ્રજાતિઓના ફૂલ આવેલા છે. રીંછ, ચિત્તો, ચિત્તલ, જંગલી શ્વાનો વગેરે જેવા ઘણાં પ્રાણીઓ પણ આ જંગલ માં જોવા મળે છે. આ અભ્યારણ્ય ૬૦૭.૭૦ ચોરસ કિમિ જેટલા વિશાળ વિસ્તાર માં ફેલાયેલું છે. તેથી જ કદાચ ગુજરાતનું સૌથી વિશાળ જંગલ વિસ્તારમાં આ અભ્યારણ્ય ની નોંધ લેવાતી હશે.
શૂલપાણેશ્વર મહાદેવ મંદિર ની આસપાસ જોવાલાયક જગ્યા
મંદિર ના પ્રાગણમાં એક સુંદર બગીચો તેમજ પરિવાર સાથે બેસી ને જમી શકાય એવી ખુલ્લી જગ્યા છે. નજીકમાં વન્યજીવ અભ્યારણ્ય છે. અહીંનું ખાસ આકર્ષણ ઝરવાની ધોધ છે. શૂલપાણેશ્વર મહાદેવ ના મંદિર થી આગળ જતા થાવડીયા ચેકપોસ્ટ આવે છે. આ ચેકપોસ્ટ થી અંદર દાખલ થવા પ્રશાસન ઘ્વારા ૨૦૦ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. ચેકપોસ્ટ થી ઝરવાની ધોધ વચ્ચે નું અંતર ૭ કિમિ જેટલું છે. ઝરવાની ધોધ જવાનો રસ્તો ખુબ જ સાંકડો અને વળાંકવાળો છે. હા, અહીં ધોધ જતા પહેલા વાહન થોડું દૂર પાર્ક કરવું પડે છે અને અહીં લપસવાનો પણ ભય રહે છે.
કુદરતી સૌંદર્ય જેને બક્ષીશ સ્વરૂપે મળી છે. એવા આટલા સુંદર સ્થળ ની મુલાકાત તમે લીધી જ હશે ! જો મુલાકાત લેવાની બાકી હોય તો અચૂકપણે પરિવાર સાથે મુલાકત લો અને અહીંની સુંદરતા ને માણો. આવી જ નવીનતમ સ્થળો ની માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે.