આ ફેરફારથી ગ્રાહકને મળશે સીધો ફાયદો
સોસાઇટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ(SMEV)ની અપેક્ષા છે, કે સરકાર EV ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાનું ચાલૂ રાખી શકે છે. ઉપરાંત તેમને આશા છે કે સરકાર આ બજેટમાં ઘરેલું સ્તર પર R&Dને પ્રત્સાહન આપવા, સપ્લાઈ સંબંધીત તકલીફોને દૂર કરવા અને મજબૂત EV ઇકોસિસ્ટમને પ્રોતસાહિત કરી ભારતને ગ્લોબલ હબ બનાવવા માટે નવી યોજનાઓ અને ઉપાયો પણ લાવશે.
SMEV ડીજી સોહિંદર સિંહ ગિલે જણાવ્યું હતું કે, સરકાર બજેટમાં ફેમ સબસિડી વધારવાની જાહેરાત કરશે અને તેનો લાભ સીધો ગ્રાહકને મળશે. એક બાજુ જ્યાં ઈલેક્ટ્રિક વાહનો પર GSTનો દર 5% છે. ત્યાં સ્પષ્ટ ન હોવાના કારણે સ્પેરપાર્ટ્સ પર 28% સુધી જીએસટી ચુકવવું પડતું હોય. સરકાર બધા ઈવી સ્પેરપાર્ટ્સ પર યૂનિફોર્મ 5% GSTનો દર લાગૂ કરશે તેવી આશા સેવાઈ રહી છે ઈવી ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા લિથિયમ આયન સેલ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી 0% કરવાથી ઈવીની કિંમત ઘટાડવામાં મદદ મળશે.
સબસિડી સીધી કસ્ટમરના ખાતામાં ટ્રાન્સફર થાય
ફેમ 2ની માન્યતા માર્ચ 2024 વર્ષમાં પુરી થઈ રહી છે. આશા છે કે, ઇવી ઈડસ્ટ્રીને આધાર આપવા માટે મદદરૂપ થતી આ સ્કીમને આગળ વધારવાની જાહેરાત પણ આ બજેટમાં થઈ શકે છે. એ પણ આશા રાખવામાં આવી રહી છે કે ફેમ 2 સ્કીમમાં એવી જોગવાઈ લાવવામાં આવશે કે, જેનાથી સબસિડી સીધી ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર થઈ શકશે.
ઇવી ટ્રક અને ટ્રેક્ટર નિર્માણને પ્રોત્સાહન મળશે
ભારતના ઈંધણ વપરાશમાં ટ્રકોની ભાગીદારી લગભગ 40 ટકા સુધીની છે. જો સરકાર ફેમની સીમા કોમર્શિયલ વાહનો એટલે ટ્રકો અને ટ્રેક્ટર્સ સુધી પણ વધારે છે. જેનાથી ઇવી ટ્રક અને ટ્રેક્ટર નિર્માણને પ્રોત્સાહન મળશે અને ઈંધણના વપરાશ સાથે ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.
બેટરી રિસાઈકલિંગની નીતિ બનાવવાની જરૂર
દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધી રહી છે, તેવામાં લિથિયમ આયન બેટરીઓની રિસાઈકલિંગ માટે નીતિ બનાવવી જરૂરી બની ગઈ છે. સરકાર દ્વારા ઇલેક્ટ્રિક કમ્પોનેન્ટ ખરીદવા પર અને રિસાઈકલ કરવા પર એજન્સી નિયુક્ત કરવામાં આવે તે અગત્યનું છે. બેટરી રિસાઈકલિંગ સંબંધિત રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે 200% સુધી ટેક્સ રાહત આપવી જોઈએ.