આગમી બજેટમાં સરકારી કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થઈ શકે, પરંતુ જો બજેટમાં આ 3 બાબતોનો સમાવેશ થાય તો જ
નાણામંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ બજેટ 2023 રજૂ કરવાના છે. દર વખતની જેમ આ વખતે પણ સરકારી કર્મચારીઓને બજેટથી અનેક અપેક્ષા સેવી રહ્યા છે. જો સરકાર બજેટમાં કર્મચારીઓની આ ત્રણ માગણીનો સ્વીકાર કરી લેશે તો તેમના પગારમાં ધરખમ વધારો થઈ શકે છે. આ ત્રણ માંગણીઓ એટલે, કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો, બાકી ડીએની ચુકવણી અને ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાનો સમાવેશ થાય છે. આગામી બજેટમાં કર્મચારીઓને આશા છે કે સરકાર આ ત્રણ બાબતોનો સમાવેશ કરશે.
18 મહિનાના બાકી DAની ચુકવણી
સરકાર કેન્દ્રીય કર્મચારીઓને થોડી રાહત આપી શકે છે. કર્મચારીઓની પહેલી માગ 18 મહિનાના બાકી ડીએની ચૂકવણીની છે. કર્મચારીઓ લાંબા સમયથી ચુકવણીને લગતી માગ કરી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 18 મહિના સુધી રાખ્યું હતું. કર્મચારીઓ સતત બાકી ડીએની રકમની ચુકવણીની માગ કરી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓની ડીએ જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી બાકી છે.
ફિટમેન્ટ ફેક્ટર
કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માગ કરી રહ્યા છે. સરકાર જો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરશે તો કર્મચારીઓની મિનિમમ સેલેરી વધી શકે છે. તેમનો પગાર 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ શકે છે. એટલે કે મિનિમમ સેલેરીમાં સીધો 8 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવાની માગણી કરી રહ્યા છે.
DAમાં નફાની આશા
સરકાર વર્ષમાં બેવાર કેન્દ્રિય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે. જાન્યુઆરી અને જુલાઈમાં સરકાર ડીએમાં વધારો કરતી હોય. કેન્દ્રિય કર્મચારીઓની માગ છે કે ડીએમાં વર્ષનો પહેલો વધારો 1 ફેબ્રુઆરીએ જાહેર થનાર બજેટ સાથે અથવા પછી કરી કરવામાં આવે. જેથી હોળી પહેલાં તેમના પગારમાં વધારો થઈ શકે.
DA સેલેરી સ્ટ્રક્ચરનો ભાગ છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સરકાર કર્મચારીઓના ડીએમાં 3 થી 5 ટકાનો વધારો કરી શકે તેમ છે. હાલ 38%ના દરે કર્મચારીઓને DA મળે છે. મોંઘવારી ભથ્થું(DA) સરકારી કર્મચારીઓની સેલેરી સ્ટ્રક્ચરનો ભાગ હોય છે. સરકાર દર છ મહિનામાં ડીએમાં ફેરફાર કરે છે. સપ્ટેમ્બર મહિનામાં સરકારે કર્મચારીઓના ડીએમાં 4 ટકા વધારો કર્યો હતો, જેથી ડીએ 34 ટકાથી વધીને 38 ટકા થયો હતો.