આગામી બજેટ-2023થી છે ઘણી અપેક્ષા: ટેક્સ સ્લેબમાં મોંઘવારીના હિસાબ પ્રમાણે ફેરફાર કરાય તો લોકોને ઘણી બધી રાહત મળી શકશે.
આજે નોકરીયાત વ્યક્તિની સૌથી મોટી ચિંતા ઈન્કમટેક્સ છે. જેટલા રુપિયાની બચત થાય છે, તે ટેક્સમાં જતા રહે છે. બેંક બજાર ડોટ કોમના રિપોર્ટ અનુસાર, આજે સામાન્ય માણસ હાલના ટેક્સ સ્લેબ અને મોંઘવારીના માહોલમાં રહ્યો છે. આ પહેલાના બજેટમાં 5 લાખથી વધુ આવકવાળા ટેક્સ સ્લેબમાં છેલ્લે 2013-14માં ફેરફાર કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં મોંઘવારી સૂચકાંક 50.45% જેટલો વઘી ગયો છે. એટલે કે 2013-14માં જે ચીજ 100 રુપિયામાં મળતી હતી, તે આજના સમયમાં 150.45 રુપિયાની થઈ ગઈ છે. રિપોર્ટમાં મોંઘવારી સૂચકાંક (CII) અને ઈન્કમટેક્સની સરખામણી કરીને રજૂ કરવામાં આવ્યું છે કે 5 લાખ રુપિયાથી વધું કમાનારા લોકોને વધુ ટેક્સ ચુકવવો પડી રહ્યો છે. આ જે રકમ છે તે ટેક્સ સ્લેબ વધવાની સાથે જ વધી ગઈ છે.
આવો તેને આ ઉદાહરણ દ્વારા સમજીએ…
10 વર્ષ પહેલા 12 લાખની આવક પર 1,95,700 રુપિયા ટેક્સ આપી રહ્યા હતા. 2022-23માં 1.79 લાખ ટેક્સ થાય છે. મોંઘવારી સાથે સરખાવીએ તે આ 1,30,073 રુપિયા થાય છે. 49,327 રુપિયા વધું ટેક્સ આપી રહ્યા.
5 લાખની આવક પર 2013-14માં 28,840 રુપિયા ટેક્સ હતો. 2023-23માં શુન્ય છે. મોંઘવારી સાથે સરખાવીએ તો 19,169 ટેક્સ થતો હતો. એટલે કે માત્ર તેમને જ લાભ.
2013-14માં કપાત બાદ આવક 10 લાખ રુપિયા હતી, તો 1.33 લાખ ટેક્સ ચુકવી રહ્યા હતા. 2022-23માં 1.17 લાખ ટેક્સ ચુકવશે. મોંઘવારી સાથે સરખાવીએ તો 88,997 રુપિયા થાય છે. એટલે કે 28,003 રુપિયા વધુ આપી રહ્યા
20% વાળો સ્લેબ 7.5 થી 15 લાખ+ થાય, 30% સ્લેબ 15 લાખ+ થાય
મોટાભાગના લોકો જુની ટેક્સ વ્યવસ્થા સાથે જોડાયેલા છે, તેમાં પણ 50%નો વધારો થયો છે.
અન્ય એક રિપોર્ટને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે કે જે મોટાભાગના લોકોએ જુની ટેક્સ વ્યવસ્થાને પસંદ કરી રાખી છે, તે માટે સરકારે ટ્કેસ સ્લેબમાં ફેરફાર કરવા જોઈએ. અને જુની વ્યવસ્થામાં સ્લેબમાં 50%નો વધારો કરવો જોઈએ.
અને 80c કપાતની મર્યાદા દોઢ લાખથી વધીને 2 લાખ કરવી જોઈએ.”