ગ્રામીણ ક્ષેત્રોની મહિલા ઉદ્યોગસાહસિકો ઘણા ઓછા સંસાધનો સાથે MSME(નાના પાયાના ઉદ્યોગ) ચલાવી રહી છે. આ સંદર્ભે પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAI) કે જે મહિલાઓના નેતૃત્વવાળા MSME માટે છે તેમના માટે જાહેર કરવામાં આવે તો તેમને ઘણી મદદ મળી શકે છે.
આ હેઠળ 10 લાખ રૂપિયા કે તેનાથી વધુની લોન ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે. મુદ્રા(માઈક્રો યૂનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઈનાન્સ એજન્સી) સ્કીમ હેઠળ લોનની મર્યાદા 10 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જેને આગામી બજેટમાં વધારવામાં આવે તેવી આશા છે. આમ કરવાથી MSME સેક્ટરની લોન ડિમાન્ડ પૂર્ણ કરવા શક્યતા થશે.
લોનની રકમ માટે ક્લિયર ગાઇડલાઇન રાખવામાં આવશે
આગામી બજેટમાં સરકાર NBFC હેઠળ રાઈટિંગ માપદંડને લઈ ગાઇડલાઇન જાહેર કરી શકે છે. સુરક્ષિત અને અસુરક્ષિત લોન માટે વર્ગીકરણ, લોન આપવાની સમય માર્યાદા, દસ્તાવેજોની જરૂર અને લોનની રકમની ક્લિયર ગાઇડલાઇન હોવી જરૂરી છે. તેનાથી માઇક્રો લેવલ પર ઉદ્યોગસાહસિકો માટે 10થી 50 લાખ સુધીની ફંડિંગ સરળ બની શકશે.
ગોલ્ડ લોનમાં પ્રાયોરિટી સેક્ટરને લેંડિંગનો દરજ્જો પણ મળી શકે છે
બજેટમાં સરકાર ગોલ્ડ લોન ને સરળ બનાવી શકે છે. ગોલ્ડ લોન કેન્દ્રિત NBFC માં 1 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવતા હોય છે. આપણે આશા રાખી શકાય છે કે, બજેટમાં સરકાર ગોલ્ડ લોનને પ્રાયોરિટી સેક્ટર લેંડિંગનો દરજ્જો આપીશકે. આમ કરવાથી બેંકો માટે એનબીએએફસી(નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ)ને રાહત દરે લોન આપી શકશે. જ્યારે તેનાથી ગ્રાહકોને ઓછા દરે લોન ઉપલબ્ધ રહે શકશે.
વ્યાજ દરો વધ્યા છે, અને હોમ લોન પર ટેક્સ રાહત પણ વધી રહી છે
સરકાર દ્વારા પીએમએવાઈ ક્રેડિટ-લિંક્ડ સબસિડી સ્કીમ હેઠળ વધેલી ફંડિંગ મારફતે એફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખવું જોઈએ. આ સિવાય ઊંચા દરોવાળી હોમ લોનની ડિમાન્ડ વધારવાના હેતુથી વ્યાજ ચૂકવણી પર ટેક્સ રાહતની હાલની 2 લાખની માર્યાદા અને લોનની મૂળ રકમની લિમિટ વધારવા પર પણ વિચાર કરી શકાય.