રિલાયન્સ સોસ્યો હજૂરી બેવરેજિસમાં 50% હિસ્સો હસ્તગત કરશે
લગભગ એક સદી જૂની કંપની સોસ્યો હજૂરી બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મોટો સોદો કર્યો હોવાની વાત છે. સોસ્યો કંપની કાર્બોનેટેડ પીણાં અને જ્યુસ બનાવે છે. રિલાયન્સ ગુજરાત સ્થિત કંપનીમાં 50 ટકાની ભાગીદારી માટે વાટાઘાટો ચાલી રહી છે.
અબ્બાસ રહીમ હજૂરી નામના વ્યક્તિ દ્વારા 1923 માં સુરત ખાતે પોતાના ઘરે બનાવેલા તાજા જ્યુસ પેક કરીને વેચવાનું શરૂ કર્યું. આવા જ્યુસની થીમ ઉપર પાછળથી તેણે કાર્બોરેટેડ પીણું સોસ્યો તૈયાર કર્યું. ખરેખત તો, લેટિન ભાષામાં શબ્દ Socio નો અર્થ સભ્ય બનવું કે સભ્ય હોવું એવો થાય છે. અબ્બાસની આ બ્રાન્ડ થોડાક સમયમાં જ વખણાવા લાગી. હીરાનગરી સુરત સહીત સમગ્ર ગુજરાતમાં તેનું વેચાણ વધવા લાગ્યું. થોડા સમયમાં જ અબ્બાસને લાગ્યું કે, લોકો તેની બ્રાન્ડને સોસિયોને બદલે સોસ્યો કહે છે. પરિણામે, તેણે તેની બ્રાન્ડનું નામ સોસિયોમાંથી બદલીને સોસ્યો જ રાખી દીધું.
સોસ્યો કંપનીના 100 વર્ષના ઈતિહાસમાં ઘણી ફ્રેન્ચાઈઝી છે. સુરતમાં શરૂ થયેલી ઠંડા પીણાંની આ બ્રાન્ડ દેશમાં જ નહીં વિદેશોમાં પણ લોકપ્રિય છે. સોસ્યોએ અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. સોશિયો હજૂરી બેવરેજીસ કંપની દેશની અગ્રણી બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. આજે સોસ્યો પાસે 100 થી વધુ ફ્લેવર્સ છે. ભારતભરમાં તેના 18 ઉત્પાદન એકમો છે. ઠંડાપીણાની આ કંપની પાસે 16 ફ્રેન્ચાઈઝી છે, સોસ્યો અમેરિકા, કેનેડા, યુનાઇટેડ આરબ અમિરાટ્સ, સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોમાં નિકાસ કરે છે.
ઠંડા પીણાંની ઉત્પાદક કંપની સોસ્યો અને રિલાયન્સ વચ્ચેની આ ડીલથી અંબાણીને શું મળશે તે જાણવું પણ જરૂરી છે. સોસ્યો કંપની સાથેના સોદાથી રિલાયન્સ તેના બેવરેજીસ પાસાને મજબૂત કરી શકશે. આટલી જૂની કંપની સોસ્યો પાસે વિશાળ ગ્રાહક નેટવર્ક છે, જેનાથી રિલાયન્સને ફાયદો થશે. રિલાયન્સની વિતરણ વ્યવસ્થા અને તેના રિટેલ નેટવર્કને પણ સોસિયો માટેના સોદાથી ફાયદો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ સાથે કેમ્પા પહેલેથી જ છે. હવે સોસિયોમાં ભાગીદારી કર્યા પછી, આ પાસામાં પણ રિલાયન્સ પોતાને વધુ મજબૂત બનાવશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર વિવિધ માહિતી અને ધારણાઓ પર આધારિત છે. નીર ગુજરાતી આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની સાચીતા અને પ્રમાણિકતાનો દાવો કરતું નથી.