વર્ષ 2022માં ભારતના મુખ્ય 8 શહેરોમાં નવા મકાનોનું કુલ વેચાણ 34 ટકા વધ્યું હતું. નાઇટ ફ્રેન્ક ઈન્ડિયાના (Knight Frank India) એક રિપોર્ટ અનુસાર ગત વર્ષે અમદાવાદમાં નવા મકાનોનું વેચાણ (Ahmedabad residential property sale) 58 ટકા વધીને 14062 યુનિટ સુધી પહોંચ્યું છે અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીની કિંમત (residential property price) પણ પ્રતિ ચોરસ ફૂટ 4 ટકા વધીને 2900 રૂપિયા થઇ છે.
જો અમદાવાદની વાત કરીએ તો અહીં મકાનોના વેચાણમાં વર્ષ 2022માં 58 ટકા નો વધારો થયો છે. ભાવમાં પણ 4 ટકા નો વધારો નોંધાયો છે.
મોંધવારી અને મંદીના માહોલની બુમરાણ વચ્ચે પણ વર્ષ 2022 દરમિયાન અમદાવાદમાં નવા મકાન-ફ્લેટના વેચાણમાં વાર્ષિક સરખામણીએ 58 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા માંડ્યો છે. નવા મકાનોનું વેચાણ વધવાની સાથે સાથે અમદાવાદમાં નવી રેસિડેન્શિયલ સ્કીમનું લોન્ચિંગ 42 ટકા જેટલું વધ્યુ છે. અત્રે નોંધનિય છે કે, કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટમાં એકંદરે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઇન્વેસ્ટમેન્ટ માટે સોના બાદ રિયલ એસ્ટેટ ને સૌથી સુરક્ષિત વિકલ્પ ગણવામાં આવી રહ્યો છે
નાણાંકીય રોકાણમાં સોના બાદ રિયલ એસ્ટેટમાં મકાન-ઓફિસ અને જમીનને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ગણવામાં આવી રહ્યો છે. રિયલ એસ્ટેટમાં રોકાણ કેવાણા લાભ મોટા છે. જેમાં સૌથી મોટો ફાયદો તેની બજારમાં કિંમતમાં ઝડપી વધારો અને ભાડા પેટેથી થતી આવક છે. ભારતનું રિયલ એસ્ટેટ માર્કેટ દિવસે દિવસે ઝડપથી વિકાસ પામી રહ્યુ છે. સ્થાનિક રોકાણકારો ઉપરાંત વૈશ્વિક કંપનીઓ અને NRI પણ ભારતના રિયલ્ટી સેક્ટરમાં રોકાણ માટે આકર્ષિત થયા છે અને નાણાં રોકી રહ્યા છે. હોમ લોનના વ્યાજદર વધતા હોવા છતાં લોકો મોટી સંખ્યામાં મકાનો ખરીદી રહ્યા છે.
ભારતના મુખ્ય મેટ્રો શહેરોમાં મકાનોનું વેચાણ 9 વર્ષની ટોચે
ભારતનું રિયલ એસ્ટેટ ગતિથી વિકાસ પામી રહ્યુ છે નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર કેલેન્ડર વર્ષ 2022માં ભારતના મુખ્ય આઠ મેટ્રો શહેરો- મુંબઇ, દિલ્હી- એનસીઆર, બેંગ્લોર, પુના, ચેન્નઇ, અમદાવાદ, હૈદારાબાદ, કોલકાતામાં ઘરનું કુલ વેચાણ 34 ટકા વધીને 312666 યુનિટ નોંધાયુ છે. ગત વર્ષે જુલાઇથી ડિસે મ્બર 2022ના છ મહિનામાં માસિકગાળામાં મકાન-ફ્લેટનું વેચાણ વાર્ષિક તુલનાએ 15 ટકા વધીને 153961 યુનિટ થયુ છે.
મકાનોનું વેચાણ વધવાની સાથે સાથે દેશમાં નવી રેસિડેન્શિયલ સ્કીમનું લોન્ચિંગ પણ વધી રહ્યું છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટના આંકડા અનુસાર સમગ્ર વર્ષ 2022 દરમિયાન ભારતના રેસિડેન્સિયલ માર્કેટમાં 328129 યુનિટ નવા મકાનો બાંધકામ પામ્યા છે, જે અગાઉના વર્ષ કરતા 41 ટકા વધારે છે.
અમદાવાદમાં મકાનનું વેચાણ 58 ટકા વધ્યુ
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ઇન્ડિયા રિયલ એસ્ટેટ રેસિડેન્સિયલ એન્ડ ઓફિસ માર્કેટ 2022ના રિપોર્ટ અનુસાર અમદાવાદમાં જુલાઇથી ડિસેમ્બર 2022 દરમિયાન 5865 યુનિટ મકાન-ફ્લેટ વેચાઈ ચુક્યા છે, જે વાર્ષિક તુલનાએ 25 ટકાનો વધારો દર્શાવે છે. આ સાથે જ સમગ્ર કેલેન્ડર વર્ષ 2022માં અમદાવાદમાં નવા 14062 મકાન-ફ્લેટ વેચાયા છે, જે વાર્ષિક સરખામણીએ 58 ટકા વધારે છે. ઉપરાંત ભારતના મુખ્ય 8 રિયલ્ટી માર્કેટમાં દિલ્હી બાદ બીજું સૌથી વધારે વેચાણ નોંધાયું છે. નવા મકાનના વેચાણની સામે વર્ષ 2022માં અમદાવાદમાં નવા 20809 મકાન-ફ્લેટ ઉમેરાયા છે, જે પાછલા વર્ષની તુલનાએ 42 ટકા વધારે છે. અમદાવાદમાં હાલ 22977 મકાનો વણવેચાયેલા છે.