વૈશ્વિક મંદીના આરે ઉભેલા યુવાધનની નોકરીઓ છીનવાઇ રહી છે ત્યારે કેટલા લોકો નિરાશાની ઊંડી ગર્તામાં ધકેલાઇ ગયા છે તો કેટલાક લોકો સ્થિતપ્રજ્ઞ આ સ્થિતીમાંથી માર્ગ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દુનિયાભરમાં મંદીનો વંટોળ નહીં પણ વાવાજોડું આવવાની દહેશત સેવાઇ રહી છે ત્યારે માઈક્રોસોફ્ટ કે મેટા જેવી મોત ગજાની કંપનીઓએ પણ સીલિકોન વેલીમાં પોતાની ઓફિસો ખાલી કરી દીધી છે. ગણતરીના દિવસોમાં જ મોટી કંપનીઓએ 24 હજાર જેટલા લોકોને ઘરભેગા કરી દીધા છે. નોકરી બચાવવી એ અઘરી વાત હોવાનું સ્વીકારીને મંદીના આ સમયમાં પરફોમન્સ વધારવાનો પ્રયાસ કરો. જો પરફોમૅન્સ નહીં હોય તો તમે ફેંકાઈ જશો. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને પોતાના નવા રિપોર્ટમાં ચાલુ વર્ષે બેકારીમાં વધારો થવાનો અંદાજ મૂક્યો છે. જે મુજબ ૨૦૨૩માં ૨૧ કરોડ લોકો રોજગારી ગુમાવે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ વધુ લોકો ગરીબીમાં ધકેલાવાની સંભાવના દર્શાવવામાં આવી છે. બેરોજગારીની ચિંતા એ વૈશ્વિક સ્તરની સમસ્યા બની રહી છે.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને ટેક કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલી છટણીની વચ્ચે પોતાના રિપોર્ટમાં ચિંતાજનક આગાહી કરી હોવાથી આ રિપોર્ટ ભારત માટે પણ ચિંતા ઉપજાવનારો છે. ભારત સરકાર દ્વારા પણ માર્ચ મહિના પછી મંદીની શક્યતા દર્શાવવામાં આવી છે. જો કે, ભારતને મંદીની અસર નહીં થાય તેવું નિષ્ણાતો જણાવી રહ્યાં છે.
યુક્રેન યુદ્ધના કારણે અનેક દેશની અર્થ વ્યવસ્થાઓ ઉપર અસર પડી છે. આવા સર્વે ઉપર કામ કરતી સંસ્થા દ્વારા કોરોના મહામારીની શરૂઆતથી વર્ષ ૨૦૨૨માં ૧,૫૩,૧૧૦ કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. ૨૦૨૩માં વિશ્વમાં બેકાર લોકોની સંખ્યા ૩૦ લાખથી વધીને ૨૦.૮ કરોડ થવાની દહેશત છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન મુજબ, કોવિડ-૧૯ કટોકટી દરમિયાન થયેલા નુકસાનની ભરપાઇ, વર્ષ – ૨૦૨૫ પહેલા થઈ શકે એવી આશા રાખતા નથી. હવે, પુન: કોરોના વકરી રહ્યો છે. બેકારી વધારવામાં સૌથી મોટો ફાળો આ રોગચાળાનો પણ રહ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.