લાખો રૂપિયા ખર્ચીને 27 નદીઓમાં થઈને 3200 કિલોમીટરની યાત્રા કરાવનારી લક્ઝુરિયસ ક્રૂઝ એટલે ગંગા વિલાસ. ગંગા વિલાસ વિષે કેટલીક વાતો જાણવા છતાં પણ હજુ એના વિષે વધુ જાણવાની તાલાવેલી લોકોને ચાલુ જ રહે છે.
આપણે ગંગા વિલાસ ક્રૂઝની વિશેષતાઑ જાણીએ છીએ. આમ છતાં એક બાબતથી કદાચ તમે અજાણ હોય શકો. એ બાબત છે ક્રૂઝનાં માલિકીપણાની. હા, આ ક્રૂઝના માલિક છે રાજ સિંહ. અંતરા લક્ઝરી રિવર ક્રુઝ કંપની દ્વારા નિર્માણ પામી છે ગંગા વિલાસ ક્રૂઝ. રાજ સિંહ આ કંપનીના CEO અને સ્થાપક છે. આ લક્ઝરી ક્રૂઝ અન્ય ક્રૂઝથી બિલકુલ અલગ છે. આ ક્રુઝના ઓપરેશનને આઈલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સમર્થન આપવામાં આવે છે, જે શિપિંગ, બંદર અને જળમાર્ગ મંત્રાલય હેઠળ આવે છે. જો કે ગંગા વિલાસનું સંચાલન ખાનગી કંપની દ્વારા કરવામાં આવતું હોવા છતાં તેને કેટલીક સરકારી ફોર્માલિટીઝ કરવી પડતી હોય છે.
વિશ્વની સૌથી મોટી રિવર ક્રૂઝ તેની યાત્રા પર નીકળી ચૂકી છે ત્યારે વારાણસીથી ઉપડેલી આ ક્રૂઝ 51 દિવસની સફર પૂરી કરીને તેના 39 મુસાફરો સાથે ડિબ્રુગઢ પહોંચશે. આ યાત્રા માટે આશરે 20થી 25 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ લક્ઝરી ક્રૂઝ માટે લોકોને જાણવાની ઘેલછા જોવા મળે છે. આ ઘેલછા એટલી હદે વધી ગઈ છે કે માર્ચ 2024 સુધી તેની ટિકિટો સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે. ગંગા વિલાસ ક્રૂઝની શાહી સવારી સાથે ભારતીય સંસ્કૃતિને જોવા માટે આટલી મોટી રકમ ચૂકવવા પણ લોકો તૈયાર છે. આ ક્રૂઝમાં તે આપવામાં આવેલી સુવિધાઓ તેના યાત્રિકને રાજા જેવો અનુભવ કરાવશે.
ગંગા વિલાસને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ક્રૂઝની ડિઝાઇનમાં ઉડીને આંખે વળગે એવા કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કલાકૃતિઓ રાખવામાં આવી છે. ક્રુઝને સુશોભિત કરવામાં મેક ઇન ઇન્ડિયા અને ભારતીયતા પર ફોકસ કરવામાં આવ્યું છે.
આ ક્રૂઝ ઉપર ખાવા-પીવાના અનેક વિકલ્પો છે. જેમાં કોન્ટિનેન્ટલ ફૂડ પણ સર્વ કરવામાં આવશે. જો કે, આ ક્રૂઝમાં માંસાહારી આહાર પીરસવામાં નહિ આવે. તો મદિરા સામે પણ સંચાલકોએ લાલબત્તી ધરી હતી.
ganga vilas cruiseની લંબાઈ 62 મીટર છે. સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર થયેલી આ ક્રૂઝમાં લગભગ 68 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું ક્રૂઝ કંપનીના સંચાલકોએ જણાવ્યું હતું.
ganga vilas cruise route – આ ક્રૂઝ યુપી, બાંગ્લાદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ સહિતના રાજયોમાં આવેલી કુલ 27 નદીઓમાંથી પસાર થશે. તે ભારતીય આંતરદેશીય જળમાર્ગ પરિવહનનો એક ભાગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ક્રૂઝ સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત છે. તેનો પોતાનો એસટીપી પ્લાન્ટ હોવાને કારણે ક્રુઝની ગંદકી ગંગામાં નહીં જાય. આ ક્રુઝની સુરક્ષા માટે જહાજો તૈનાત કરવામાં આવેલા માર્ગદર્શક જહાજો તેનું રક્ષણ કરશે.
આ ક્રૂઝ ઈન્ટરનેશનલ ટૂરિસ્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોવાને કારણે મુસાફરોને તેમાં તમામ મનોરંજન માટે સંગીતમય રાત્રિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત સમારોહ વગેરે સુવિધાઓ મળી રહે છે. એટલું જ નહિ, તેમ જિમ, સ્પા, ઓપન ગાર્ડન, સ્પેસ બાલ્કની વિગેરે સુવિધા પણ ઉપલબ્ધ છે.