જેમ્સ જ્વેલરી એક્સપોર્ટ પ્રમો. કાઉન્સિલ(GJEPC)ના ચેરમેન વિપુલ શાહનું માનવું છે કે, બજેટ-2023માં જેમ્સ એન્ડ જ્વેલરી સેકટરના હિતમાં ફાયદાકારક જાહેરાત થઇ શકે છે. ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ પર હાલ ટેક્સનો દર વધારે છે. જેના કારણો સાર દાણચોરીમાં વધારો થઇ રહ્યો છે. જેના લીધે નિકાસકારોની રૂ.500 કરોડથી વધુની વર્કિંગ કેપિટલ પણ અટવાઈ જાય છે.
સરકાર ટેક્સ ઘટાડીને 4% કરે તો ઘણો ફાયદો
વિપુલ શાહએ વધુમાં જણાવ્યું હતું કે, જો સરકાર ટેક્સ ઘટાડીને 4% કરે તો ઘણો ફાયદો થઈ શકે એમ છે. નિકાસકારો અડધીથી વધુ વર્કિંગ કેપિટલ વાપરી શકશે. આ સિવાય અમને આશા છે કે, સરકાર સ્પેશિયલ નોટિફાઇડ ઝોન (SNZ)ના માધ્યમથી રફ ડાયમંડ વેચવાની પરમિશન પણ આપી શકે છે.
ભારતીયો એસએમઈ આંતરરાષ્ટ્રીય ખાણ કંપનીઓ સાથે સીધો વ્યવહાર કરી શકશે. જેના લાભ સ્વરૂપે વચેટિયાઓની ભૂમિકા નાબૂદ કરવામાં આવશે અને વિશ્વભરમાં સપ્લાય કરવામાં આવતા ઓછામાં ઓછા 20% રફ ડાયમંડ ભારતના SNZમાં શિફ્ટ થઈ શકે છે. જેની મદદથી સરકારને વાર્ષિક રૂ.28થી 30 કરોડની વધારાની આવક પણ થઈ શકે છે. GJEPCને આશા છે કે, સરકાર ડાયમંડ ઇમ્પ્રેસ્ટ લાઇસન્સ ફરી શરૂ કરે. જેનાથી ડાયમંડના નિકાસકારો આફ્રિકન માઈનિંગ કંપનીઓની લાભકારી નીતિઓનો ફાયદો પણ લઈ શકશે.
LGD સીડ પર ટેક્સમાં છૂટ મળે
2025 સુધીમાં વૈશ્વિક જેમ્સ-જ્વેલરીની નિકાસમાં લેબ ગ્રોન ડાયમંડની ભાગેદરી 10%થી વધુ થવાનું અનુમાન છે. ભારતને આ નિર્ણયથી ફાયદો થઇ શકે છે. અમે સરકારને અપીલ કરી છે કે, લેબ ગ્રોન ડાયમંડ (LGD)માં વપરાતા સીડ પર ટેક્સ નાબૂદ કરવામાં આવે. આનાથી નેચરલ ડાયમંડ પ્રોસેસિંગની જેમ જ લેબ માં તૈયાર કરાયેલા ડાયમંડમાં પણ ભારત અગ્રેસર બની શકશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર વિવિધ માહિતી અને ધારણાઓ પર આધારિત છે. નીર ગુજરાતી આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની સાચીતા અને પ્રમાણિકતાનો દાવો કરતું નથી.