વિશ્વભરમાં વિખ્યાત થયેલા અંબાણી પરિવાના કુળદિપક અને મુકેશ અંબાણીના પુત્ર અનંત સાથે પ્રભુતામાં પગલાં માંડવા થનગની રહેલી રાધિકા મર્ચન્ટના પિતા પણ અબજોમાં રમવાવાળા આસામી છે.
ગુજરાતના કચ્છના મૂળ વતની એવા વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકાની સગાઇ તાજેતરમાં જ મુકેશ અંબાણીના પુત્ર અનંત સાથે થઇ હતી. એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના CEO અને વાઈસ ચેરમેન વીરેનભાઈ, એન્કોર નેચરલ પોલીમર્સ,
એન્કોર બિઝનેસ સેન્ટર, એન્કોર પોલીફ્રેક પ્રોડક્ટ કંપનીમાં પણ ડિરેક્ટરપદે બિરાજમાન છે.
રાધિકા અને અંજલિ નામની બે પુત્રીઓના પિતા વિરેનભાઈ પણ 755 કરોડની મિલ્કત ધરાવે છે.
વિરેન મર્ચન્ટના પત્ની શૈલાબહેન પણ એક બિઝનેસવુમન છે. માતાના પગલે ચાલી રહેલી પુત્રી અંજલિ પણ એન્કોર પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. તો અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટે તાજેતરમાં જ એક રિયલ એસ્ટેટ ફર્મમાં વાઈસ ચેરમેનનું પદ ગ્રહણ કર્યું છે. છે, હોલીડે હોમ બનાવતી આ કંપનીના મુખ્ય ગ્રાહકોમાં ફાઈન ટેસ્ટવાળા લોકોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, પોતાના પિતાની કંપની એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટર પણ રાધિકા છે. અનંત અંબાણીની મંગેતર રાધિકા ટ્રેકિંગ અને સ્વિમિંગમાં રુચિ ધરાવે છે.
ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં સ્નાતક થયેલી રાધિકાએ મુંબઈમાં ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સની પણ તાલીમ લીધી છે. એટલું જ નહીં, લગભગ 8 વર્ષ સુધી રાધિકાએ ભરતનાટ્યમની તાલીમ પણ લીધી છે.