ભારતમાં વાહનોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. વિકસિત ભારતમાં હવે છેલ્લા એક દાયકાથી વાહનો ખરીદવાનો ક્રેઝ વધતો જાય છે. એમાં પણ રોજગારી અને વધેલી આવકને પરિણામે લોકોની વાહનની ખરીદશક્તિમાં વધારો થઇ રહ્યો છે.
ગત કેલેન્ડર વર્ષમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં ખૂબ સ જસારું રહ્યું હતું. જેમાં રેકોર્ડબ્રેક વાહનોનું વેચાણ રહેવા પામ્યું હતું. એમાં પણ કારનું વેચાણ તો 34.31 લાખ સુધી પહોંચી જવા પામ્યું હતું.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ મનીષ રાજ સિંઘાનિયાએ ગુરુવારે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં છૂટક વાહનોના કુલ વેચાણમાં લગભગ 5.40%નો ઘટાડો થયો હોવાનું પણ નોંધાયું હતું.
આ બાબતે તેઓએ વધુ વિગતો આપવા ઉમેર્યું હતું કે, ઓક્ટોબર અને નવેમ્બરમાં તહેવારો આવતા હોવાના કારણે વાહનોના વેચાણમાં સારો એવો વધારો થવા પામ્યો હતો. જો કે, ડિસેમ્બર મહિનામાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. પરિણામે વાહનોના એકંદર વેચાણ ઉપર પણ અસર પડી હતી.
Total New Vehicles Sold
ગત કેલેન્ડર વર્ષ – 2022માં વાહનોનું વેચાણ 15.28% વધીને 2,11,20,441 પર પહોંચ્યું છે.
જ્યારે 2021માં કુલ 1,83,21,760 વાહનોનું વેચાણ નોંધાયું હતું.
Total New Car Sold
જેમાં ગત વર્ષ 2022 કારનું વેચાણ 34,31,497 રહેવા પામ્યું હતું.
જે વર્ષ 2021 માં નોંધાયેલા 29,49,182 વહાણોના વેચાણ કરતાં 16.35% વધુ રહેવા પામ્યું હતું.
Total New Two-wheeler Sold
તો ટુ-વ્હીલરનું વેચાણ 2021માં 1,35,73,682 રહેવા પામ્યું હતું.
તો વર્ષ 2022માં ટુ-વ્હીલરનું વેચાણ 13.37% વધીને 1,53,88,062 સુધી પહોંચ્યું હતું.