વર્તમાન યુગમાં ગ્રાહકો સીએનજી કાર તરફ વળ્યા છે. CNG કારનો ફાયદો એ છે કે તમને પેટ્રોલ કરતા 1.5 થી 2 ગણી સારી માઈલેજ મળે છે. મોંઘા પેટ્રોલ અને અન્ય ખર્ચાઓના કારણે લોકો CNG કાર ખરીદે છે.જો કે, આમાં એક સમસ્યા એ છે કે તમારે CNG માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડશે.આ કતારમાં ના રહેવા કરતા અમે તમારા માટે ડીઝલ કારનું લિસ્ટ લાવ્યા છીએ અને તમે તેને 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. ખાસ વાત એ છે કે આમાંથી કેટલીક કારનું ઉત્પાદન અને વેચાણ એપ્રિલ 2023 પહેલા બંધ થઈ શકે છે.
Hyundai i20:
આ કંપનીની લોકપ્રિય પ્રીમિયમ હેચબેક છે અને તેમાં 1.5-લિટર ડીઝલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડીઝલ સાથે સૌથી ઓછી કિંમતનું વેરિઅન્ટ i20 મેગ્ના ડીઝલ છે, જેની કિંમત રૂ. 8.43 લાખ (એક્સ-શોરૂમ) છે. આ વેરિઅન્ટમાં તમને 25.0 kmpl સુધીની માઈલેજ મળે છે.
Kia Sonet:
બાકીની કારની જેમ આમાં પણ 1.5-લિટર ડીઝલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડીઝલ સાથે સૌથી ઓછી કિંમતનું વેરિઅન્ટ સોનેટ 1.5 HTE ડીઝલ છે, જેની કિંમત રૂ. 9.05 લાખ (એક્સ-શોરૂમ) છે. માઈલેજની વાત કરીએ તો તેનું માઈલેજ 24.1kmpl સુધી છે.
મહિન્દ્રા XUV300:
તે ટ્વિન ટર્બો પેટ્રોલ સાથે 1.5 લિટર ડીઝલ એન્જિન મેળવે છે અને ડીઝલ સાથે તેનું સૌથી સસ્તું વેરિઅન્ટ XUV300 W4 ડીઝલ છે. જેની કિંમત રૂ. 9.60 લાખ (એક્સ-શોરૂમ) છે અને માઈલેજ 20.1 kmpl સુધી ઉપલબ્ધ છે.
Tata Altroz:
તમને Altrozમાં 1.5 લિટર ડીઝલ એન્જિન મળે છે અને તેનું ડીઝલ સાથેનું સૌથી સસ્તું વેરિઅન્ટ Altroz XE Plus ડીઝલ છે. તેની કિંમત રૂ. 7.90 લાખ (એક્સ-શોરૂમ) છે અને માઈલેજ 23.03 kmpl સુધી છે.
Tata Nexon:
પેટ્રોલ સાથે ડીઝલ એન્જિન વિકલ્પ પણ આપે છે અને ડીઝલ સાથે તેનું સૌથી સસ્તું વેરિઅન્ટ Nexon XM ડીઝલ છે, જેની કિંમત રૂ. 10 લાખ (એક્સ-શોરૂમ) છે અને તે 21.19 kmpl સુધીની માઈલેજ પણ ધરાવે છે.