મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ જેવી ઓટોમોબાઈલ કંપનીઓ પણ આગામી વર્ષ માટે ખાસ તૈયારીઓ કરી રહી છે. પોતાનું માર્કેટ બનાવવા કરી રહી છે તાબડતોડ તૈયારી . ભારતીય કાર બજારમાં CNG કારની ખુબ બોલબાલા છે. આ વર્ષે ટાટા મોટર્સે ટિયાગો અને ટિગોર જેવી કારના સીએનજી મોડલ રજૂ કરીને CNG કાર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો અને તેઓ મારુતિની CNG કાર સાથે સ્પર્ધા કરે છે. હવે ટાટા મોટર્સ તેની બેસ્ટ સેલિંગ SUV ટાટા નેક્સોન તેમજ માઇક્રો SUV ટાટા પંચને આવતા વર્ષે CNG અવતારમાં રજૂ કરી શકે છે. મારુતિ સુઝુકી આવતા વર્ષે તેની brezza ના CNG વેરિઅન્ટ પણ લોન્ચ કરી શકે છે સાથે Tata nexon જોકે, કંપનીએ આ કારોના CNG વેરિઅન્ટ ક્યારે લોન્ચ થશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, નેક્સોન સીએનજી અને પંચ સીએનજીમાં રજૂ કરવામાં આવેલી ટેક્નોલોજીને કેરી ઓવર કરવામાં આવશે, જે પાવર અને માઈલેજની દ્રષ્ટિએ જબરદસ્ત છે. સંભવિત કિંમત વિશે વાત કરીએ તો, ટાટા પંચ CNG ભારતીય બજારમાં રૂ. 7 લાખની પ્રારંભિક કિંમતે રજૂ કરી શકાય છે અને Nexon CNG રૂ. 9 લાખ સુધીની હોઇ શકે છે. મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ જેવી કંપનીઓ હેચબેક અને સેડાન સેગમેન્ટમાં CNG કાર પછી હવે CNG સંચાલિત SUV પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
વાત કરીએ કે મારુતિ સુઝુકી બ્રેઝા ક્યારે આવશે?
લોકો લાંબા સમયથી મારુતિ સુઝુકી બ્રેઝા સીએનજીની રાહ જોઈ રહ્યા છે. મારુતિ સુઝુકી આવતા વર્ષે સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં બ્રેઝા સીએનજી રજૂ કરી શકે છે, સીએનજી પોર્ટફોલિયોનું વિસ્તરણ કરી શકે ના પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે, મારુતિની સૌથી વધુ વેચાતી કારમાંથી એક સ્વિફ્ટનું CNG વેરિઅન્ટ લાવવાના પ્રયાસો ચાલુ છે. મારુતિ બ્રેઝા CNG 9 લાખ રૂપિયા સુધીની પ્રારંભિક કિંમતે ઓફર કરી શકાય છે. બીજી તરફ પાવર અને માઈલેજની વાત કરીએ તો બ્રેઝા સીએનજીમાં એસ-ટેકનોલોજી પણ જોઈ શકાય છે, જે માઈલેજની દ્રષ્ટિએ ઉત્તમ છે.