Electric vehicleના ઉત્પાદનમાં વાપરવામાં આવતું મુખ્ય માધ્યમ ગણાતું એવું લિથિયમ આગામી સમયમાં વધુ સસ્તું થવાની સંભાવનાને પગલે electric vehicle price હજુ વધારે નીચે dropની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવા કેલેન્ડર વર્ષ 2023માં લિથિયમની કિંમત ઘટી રહી હોવાના એંધાણો વર્તાઈ રહ્યા છે. જેના પરિણામે electric vehicles ના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. આના લીધે ઇલેક્ટ્રિક વહિકલની કિંમત પણ કેટલાક અંશે ઘટવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ઇલેક્ટ્રિક વેહિકલમાં લીથિયમ એ એક મહત્વપૂર્ણ બેટરી મેટલ છે. આવા લિથિયમનો ભાવ ગત નવેમ્બરના મધ્યમાં ટનદીઠ $86,173 (રૂ.71.37 લાખ)ના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. ત્યાર પછી તાજેતરમાં તેમાં ઘટાડો થયો હતો અને કિંમત અંદાજે ટનદીઠ રૂ.62 લાખ રહેવા પામી હતી.
આશરે બે વર્ષથી લિથિયમની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો હોવાનું જણાવતા લિથિયમ સપ્લાયર સિનોમાઇન રિસોર્સ ગ્રુપના ચેરમેન વાંગ પિંગવેઇએ ઉમેર્યું હતું કે, મળતર સારું હોવાને કારણે લિથિયમનું માઇનિંગ તેમજ સપ્લાયમાં વધારો થયો છે. પરિણામે કિંમતો ઘટવા લાગી છે. વર્ષ – 2023માં લિથિયમની કિંમત અંદાજે 25 ટકા જેટલી ઘટીને ટનદીઠ રૂ.47 લાખની આસપાસ પહોંચવાની આશાઓ સેવાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટ્રિક વાહનોના વધી રહેલા ટ્રેન્ડને પરિણામે લિથિયમની માંગ સતત વધી રહી હોવાને કારણે લિથિયમના ભાવ નીચે આવવાનું નામ લેતા નથી. એનો સીધો માર વાહનની કિંમત ઉપર પડતો હોય છે.