આ ડીલ દ્વારા તમે દેશનું સૌથી વધુ વેચાતું સ્કૂટર Honda Activa માત્ર 20 હજારમાં મેળવી શકો છો
કોઈ તમને કહે કે એક્ટિવા માત્ર વીસ હજારમાં મળી શકે તો તમે વિશ્વાસ કરો ખરા? શક્ય છે કે તમને એક્ટિવ માત્ર વીસ થી ત્રીસ હજારની આસપાસ મળી જાય. શરત માત્ર એટલી કે એ યુઝડ વ્હીકલ હશે.
ભારતના ઓટો માર્કેટમાં હોન્ડા ટુ વ્હીલર્સ ઈન્ડિયાના સ્કૂટર અને બાઇક્સની વિશાળ શ્રેણી છે. એ પૈકી હોન્ડા એક્ટિવા એક છે, જે તેની કંપની તેમજ તેના સેગમેન્ટનું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે. આ સ્કૂટર પોતાની ડિઝાઇન, માઇલેજ અને કિંમતના કારણે લોકોને વધુ પસંદ આવે છે.
હોન્ડા એક્ટીવાની પ્રારંભિક કિંમત રૂ. 73,359 (એક્સ-શોરૂમ, દિલ્હી) છે જે લેટેસ્ટ વેરિઅન્ટમાં રૂ. 76,859 સુધી ઉપલબ્ધ છે. જો તમને આ સ્કૂટર ગમે છે પરંતુ તમારી પાસે તેને ખરીદવા માટે એટલું બજેટ નથી તો તેના સેકન્ડ હેન્ડ મોડલ પર ઉપલબ્ધ ઑફર્સની અહી આપેલી વિગતો જાણો. જેમાં તમે આ સ્કૂટર અડધાથી પણ ઓછી કિંમતમાં મેળવી શકો છો.
કિમતમાં ફાયદો કરાવતા હોન્ડા એક્ટિવાના સેકન્ડ હેન્ડ મોડલ પરની ઑફર વેબસાઇટ ઉપરથી પણ જાણવા મળી શકે છે.
સેકન્ડ હેન્ડ હોન્ડા એક્ટિવા માટે આજની સૌ પ્રથમ સસ્તી ઓફર તમને DROOM વેબસાઇટ પર આપવામાં આવી છે. અહીં આ સ્કૂટરનું 2014 મોડલ વેચાણ માટે મૂકવામાં આવ્યું છે, જેની કિંમત 20,000 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્કૂટરની ખરીદી પર ફાઇનાન્સ પ્લાન પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે.
યુઝડ એક્ટિવ ઉપર બીજી પણ એક ઓફર OLX ઉપર મળી શકે છે. તેમ દિલ્હીના પાસીંગ સાથેનું 2015 મોડેલ ઉપલબ્ધ છે. આ સ્કૂટરની કિંમત 25,000 રૂપિયા રાખવામાં આવી છે. જો કે તેની સાથે કોઈ ફાઇનાન્સ પ્લાન આપવામાં આવેલો નથી.
યુઝડ હોન્ડા એક્ટિવા ઉપર આજની ત્રીજી પણ એક સસ્તી ડીલ BIKEDEKHO વેબસાઇટ ઉપર આપવામાં આવી છે. દિલ્હી પાસીંગનું આ હોન્ડા એક્ટિવાનું મોડેલ 2016 નું હોવાનું જણાવાયું છે. આ સ્કૂટરની વેચાણ કિંમત ત્રીસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. એમ છતાં તેની સાથે કોઈ ઓફર કે પ્લાન ઉપલબ્ધ આવ્યા નથી.
એક્ટિવા માટે આટલી સરસ ઓફર જોઈને તમે તમારા બજેટ અને પસંદગી અનુસાર કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો. જો કે, ઓનલાઈન સેકન્ડ હેન્ડ સ્કૂટર ખરીદતા પહેલા, રૂબરૂ જઇને તેની વાસ્તવિક સ્થિતિ જોઈ લેવી જરૂરી છે. કારણ કે, એક વખત ડીલ થઈ ગયા બાદ તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.